જિલ્લામાં કલમ 144 લાગુ, 31 માર્ચ સુધી 5થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં.

  • ગાંધીનગરકોરોના વાઇરસ સંબંધે અમદાવાદમાં સ્થિતિ નાજુક બનવા તરફ જણાવાના પગલે ગાંધીનગર મહાપાલિકામાં શુક્રવારે મેયરની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું વેચાણ કરતી સિવાય તમામ દુકાનો બંધ રખાવવાનો મોટો નિર્ણય લેવાયો હતો.
  • સાવચેતી અને અગમચેતી માટે મોલ, પાનના ગલ્લા, રેસ્ટોરન્ટ-હોટલ, ટ્યુશન ક્લાસ, નોનવેજ દુકાનોને બંધ રખાશે. જ્યાં ટોળામાં વધુ માણસો ભેગા થવાના હોય તેવા ધાર્મિક પ્રસંગ બંધ રાખવા સાથે ધાર્મિક સ્થળો પણ બંધ રખાશે.
  • તંત્રના નિર્ણયની અમલવારી માટે વોર્ડ વાઇઝ નોડલ અધિકારીની અને પોલીસની નિયુક્તિ કરવામાં આવી છે.
  • સરકારી કચેરીઓમાં નાગરિકોને પ્રવેશ નહીં અપાય.
  • જનસેવા કેન્દ્ર અને આધારકાર્ડના કેન્દ્રમાં સ્વાભાવિક રીતે દરરોજ અરજદારોની ભીડ જમા થાય છે. ત્યારે તેના વિપરીત પરિણામો આવે નહીં તેના માટે બન્ને કેન્દ્ર સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. કામ વગર કોઇ કચેરીમાં ન જવા પણ જણાવાયું છે.
  • કલેક્ટર :
  • રેસ્ટોરન્ટમાંથી ફૂડ પાર્સલ મગાવી શકાશે. કરિયાના અને દવાની દુકાનો ખૂલ્લી રાખી શકાશે તેમ કહેતાં કલેક્ટરે જણાવ્યું હતું કે મોલ અને રેસ્ટોરન્ટ બંધ રખાશે, પરંતુ રેસ્ટોરન્ટ પર બુકિંગ કરાવીને ફૂડ પાર્સલની હોમ ડિલિવરી મગાવી શકાશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here