પાટણ : સમી તાલુકાના વરાણા ખાતે સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમ યોજાયો.

પોસ્ટ કેવી લાગી?
  • સમી તાલુકાના વરાણા ગામ ખાતે સ્ત્રી સશક્તિકરણ (STRI SHASAKTI KARAN) ના ઉમદા ઉદેશ્યથી પ્રૉજેક્ટ સમૃદ્ધિનો લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મોટા શહેરોની સાથે-સાથે ગ્રામ્યકક્ષાની અને છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓને પણ ‘સ્વ’ વિકાસની તક મળે તથા તેના જીવનમાં પણ સમૃદ્ધિ આવે તેવા ઉદેશ્યથી સિમેંસ ગમેસા અને વિના એનર્જી દ્વારા ‘મૉડ ઇન્ડિયા’ સાથેની સહભાગીતાથી પાટણ જિલ્લાના સમી, સાંતલપુર અને રાધનપુર તાલુકાના છેવાડાના તેર (૧૩) ગામોની મહિલાઓ માટે આજરોજ સ્વ-સહાય જૂથ સંબંધિત પ્રૉજેક્ટ સમૃદ્ધિનું મુખ્ય અતિથિ ડી.કે.પારેખ,ડી.ડી.ઓ.શ્રી,પાટણ વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
  • લોકાર્પણ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ તથા બચત જૂથના મહત્વને દર્શાવતું ટુંકુ નાટક પણ રજું કરવામાં આવ્યું અને બહેનો સાથે તેની ચર્ચા કરવામાં આવી હતી. સરકાર, કૉર્પોરેટ, એન.જી.ઓ.,જન પ્રતિનિધિ અને જન સમુદાયનો આ સંયુક્ત કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.
  • આ કાર્યક્રમમાં ૧૩ ગામોમાંથી અંદાજે ૪૦૦ જેટલા બહેનો તથા ગામના ચુંટાયેલા મહિલા જન પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. કાર્યક્રમમાં ડાયરેક્ટર ડી.આર.ડી.એ.ના શ્રી મુકેશ પરમાર, પ્રોગ્રામ ઓફિસર આઇ.સી.ડી.એસ. રમિલાબેન ચૌધરી તથા અન્ય સરકારી અધિકારીઓએ ઉપસ્થિત રહી અને બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. સિમેંસ ગમેસા કંપનીના હોદ્દેદારો અરુણ પ્રસાદ (સી.એસ.આર. ઇન્ડિયા હેડ), ચિરાગ પટેલ (ગુજરાત સર્વિસ હેડ), મનોજ વૈદ્ય (પાટણ સાઇટ ઇન્ચાર્જ) તેમજ વિના એનર્જી કંપનીના હોદેદાર જીતેન્દ્ર મહેશ્વરી (અસેટ મેનેજર-પાટણ સાઇટ) પણ આ કાર્યક્રમમાં બહેનોને માર્ગદર્શન આપ્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures