સુરત : લટાર મારવા નીકળેલી 4 મહિલાઓ ઝડપાઈ, પોલીસે કાર્યવાહી કરી.

પોસ્ટ કેવી લાગી?
  • કોરોના વાયરસના કારણે સુરત શહેરમાં લૉકડાઉન લાગુ છે. એક તરફ દિનપ્રતિદિન શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે જ્યારે બીજી તરફ શહેરમાં મહિલાઓ પણ હવે લૉકડાઉન તોડતી નજરે આવી રહી છે.
  • પોલીસે નાના વરાછામાં બહાના બનાવી અને લટાર મારવા નીકળેલી ચાર મહિલાઓને ઝડપી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
  • મહિલાઓના બહાના સાંભળીને પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી.
  • મહિલાઓએ આંટાફેરા કરવા નીકળી હોવાનું કબૂલતા કાર્યવાહી કરહી હતી.
  • લૉકડાઉનમાં અત્યારસુધી પોલીસ પુરૂષો પર જ કાર્યવાહી કરી રહી હતી પરંતુ સુરત શહેરમાં પહેલી વાર મહિલાઓ સામે કાર્યવાહી થઈ છે.
  • 41 દિવસના લૉકડાઉન બાદ પણ ન સુધરતા સુરતીઓ માટે આ મોટો સબક છે જેમાં નાના વરાછાની ભીડભંજન સોસાયટીમાં રહેતી મહિલાઓ ને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.
  • આ મહિલાઓ સરદાર સ્કૂલના રસ્તે આંટાફેરા કરતી જોવા મળી હતી. પોલીસે તેમને પૂછ્યું તો શાકભાજી ખરીદવા નીકળી હોવાના બહાના કર્યા હતા.
  • મહિલાઓ પાસે શાકભાજી ખરીદવા માટે થેલી પણ નહોતી અને પૈસા પણ નહોતા.
  • આખરે પોલીસે આકરી પૂછપરછ કરતા સેજલ, હિરલ, કુસુમ અને નિશાબેન વિરુદ્ધ લૉકડાઉન ભંગની કાર્યવાહી કરી હતી.
  • પોલીસે તેમને મહિલા હોવાનો સહેજ પણ ફાયદો આપ્યો નહીં અને કાયર્યવાહી કરી હતી.
  • પોલીસે આ ચારેય મહિલાઓની મહિલા પોલીસ દ્વારા પૂછપરછ કરાવી ત્યારે તેમણે સ્વીકાર્યુ હતું કે તેઓ ઘરમાં કંટાળી હોવાથી આંટાફેરા કરવા માટે નીકળી હતી.
  • લૉકડાઉનના કાયદાનો ભંગ કર્યો હોવાથી પોલીસે દાખલો બેસાડવા માટે તેમની સામે કાર્યવાહી કરી હોય તેવું જણાઈ રહ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures