સુરત ની સરકારી સ્કૂલમાં પ્રવેશ માટે વાલીઓની પડાપડી.

પોસ્ટ કેવી લાગી?
  • આપણે આપણી સ્કુલોમાં એડમિશનની લાઇન જોઇ હશે. પરંતુ આ લાઇનો ફક્ત ખાનગી શાળાઓમાં જ દેખાઇ હશે. પરંતુ સુરતની એક સરકારી શાળામાં એડમિશન માટે વાલીઓ લાઇનમાં ઉભા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
  • ગયા વર્ષમાં આ શાળામાં 800 જેટલું વેઇટિંગ હતુ જે આ વર્ષે ખૂબ વધ્યુ છે.
  • સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ મહાનગર પાલિકાદ્વારા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334 જે સરકારી શાળા આવેલી છે. આ શાળામાં બાળકોને શિક્ષણ આપવની વાત કરવામાં આવે તો હાઇટેક શિક્ષણ છે. રમવા માટે સરસ મેદાન છે. બાળકોને સર્વાંગી વિકાસ કરવા માટે ક્વોલીફાઇડ સ્ટાફની પણ સુવિધા છે.
  • ઉપરાંત અંહી બાળકોને રમવા માટે જૂની પરંપરાગત રમતો પણ છે. જેવી કે ભમરડા, લખોટી, લંગડી, ખોખો વગેરે જેવી રમતો રમાડવામાં આવે છે.
  • આજના આધુનિક યુગ માં મોબાઇલ અને કમ્પ્યુટરના યુગમાં બાળકો શારિરિક રમતો નથી રમતા તેને લઇને બાળકોને આ રમતો શીખવાડવામાં આવે છે. તેથી જ શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટે વાલીઓ તલપાપડ થઇ રહ્યા છે.
  • શાળામાં બાળકો માટે સારી સુવિધા ઉપલબ્ધ છે. અને બાળકો શિક્ષકને સાહેબ કે મેડમ નથી કહેતા તેઓ શિક્ષકને ગુરૂજી અને દીદી કહીને બોલાવે છે. અને આ ઉપરાંત શાળાના આચાર્ય સાથે વાત કરવામાં આવી તો તેમણે અનેક વાતો તો જણાવી.
  • આ સ્કૂલ માં મહિનામાં એક દિવસ એવો નક્કી કરવામાં આવે છે કે મહિના દરમિયાન કોઇની પણ વર્ષગાંઠ હોય તો તે દિવસે તમામ વિદ્યાર્થીઓના વાલી ને બોલાવી એક હવન કરવામાં આવે છે.
  • માતૃપિતૃ પૂજન, દાદા દાદી પૂજન જેવા વિવિધ કાર્યક્રમો થકીથી બાળકોને સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે, આના કારણથી બાળકોમાં સારા સંસ્કાર આવે છે.
  • સુરત મહાનગરપાલિકા પણ આ પ્રકારનો કોન્સેપ્ટ અન્ય શાળાઓમાં પણ દાખલ કરવા જઇ રહી છે.
  • સુરત ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળામાં વાલીઓ જ્યારે એડમિશન લેવા માટે આવી રહ્યા છે ત્યારે ખરેખર આ શાળા જેવી બીજી શાળાઓ પણ ભણતરથી લઇ રમત સુધીની પદ્ધતિ દાખલ કરે તો ખાનગી શાળાઓની શાન ઠેકાણે આવી શકે એમ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures