Surat
સુરત (Surat) માં 8 વર્ષની બાળકી સાથે શારિરીકક છેડછાડ કરવાનો બનાવ બન્યો છે. 8 વર્ષની બાળકી પોતાના ઘર પાસે વેફર ખાતી હતી. આ દરમિયાન ભંગારની લારી ચલાવતા ઈસમે બાળકીનું અપહરણ કરી તેની સાથે શારિરીકક છેડછાડ કરી હતી.
સુરતના ભાગળ-કોટસફીલ રોડ વાડી ફળીયા ખાંડવાળાની શેરી ખાતે 26-10-2018 ના રોજ બપોરના 3 વાગ્યાના સમયે 8 વર્ષની માસુમ બાળકી વ્હાઈટ હાઉસ બિલ્ડિંગની બહાર વેફર ખાતી હતી. ત્યારે મૂળ પાટણના વતની અને હાલમાં સુરત ખાતે રહેતા ૩૫ વર્ષના ભંગારની લારી ચલાવતા અમૃતભાઈ દેવીપૂજકે તેનું અપહરણ કરી લીફ્ટના દરવાજા પાસે ઉભી રાખી છેડતી કરી હતી.
આ પણ જુઓ : પાણી આપવાની ના પાડતાં ગુજાર્યો ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યો સળીયો
સ્થાનિક મહિલા જોઈ જતા બુમાબુમ કરતા આ ઈસમ ત્યાંથી ભાગવા જતા લોકોએ પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો. આ મામલે આજે સુરતની કોર્ટમાં કેસ ચાલી જતા આજે આ કેસની સુનાવણી પુરી થતા કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને અમૃત કેશા દેવીપૂજકને ત્રણ વર્ષની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.