વાત જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક હરેશભાઈની.

પોસ્ટ કેવી લાગી?
  • મિકેનિકલ એન્જીન્યર એવા હરેશભાઈએ ચાર ગાયોથી શરૂ કરી બે વર્ષના ટુંકા ગાળામાં ૩૫ ગાયોના સંવર્ધન થકી મેળવી વાર્ષિક રૂ.૦૮ લાખની આવક
  • બાંધકામનો વ્યવસાય છોડી ગીર ઓલાદની ગાયોના સંવર્ધન દ્વારા દૂધની આવક, બીજદાન અનેપ્રાકૃતિક ખેતીની ત્રિવેણી સાધતા પ્રગતિશીલ પશુપાલક.
  • ગૌપાલનમાં તે વળી આવક કેટલી…?
  • વાર્ષિક આઠ લાખ રૂપિયા કરતાં પણ વધુ…. અને એ પણ માત્ર ૩૫ ગાયોથી મેળવેલા દૂધ ઉત્પાદનમાંથી…
  • જી, હા. પાટણના હરેશભાઈ પટેલ તેમની બોરતવાડા ખાતે આવેલી ગૌશાળામાં ગીર ઓલાદની ૩૫ ગાયોનાસંવર્ધન થકી વર્ષે રૂ.૦૮ લાખ કરતાં વધુની કમાણી કરે છે. એટલું જ નહીં પશુપાલનની આડપેદાશ એવા ગોબર અને ગૌમુત્રનો ખેતીમાં ઉપયોગ કરી પોતાની ૩૦ વિઘા જમીન પર ખેતીમાં થતો રાસાયણીક ખાતરનો ખર્ચ પણ બચાવે છે.
  • પાટણ શહેરમાં રહેતા અને મિકેનિકલ એન્જીન્યર એવા ૩૫ વર્ષિય હરેશભાઈ પટેલ જિલ્લાના બોરતવાડા ખાતે આવેલી તેમની ખેતીની જમીનમાં ગૌશાળા શરૂ કરી ગીર ઓલાદની ગાયોનું સંવર્ધન કરે છે. માત્ર ચાર ગાય લાવી પશુપાલન શરૂ કરનાર હરેશભાઈ પાસે આજે 35 ગાયો છે. શરૂઆતમાં તેમણે વાર્ષિક ૧૨ હજાર લીટર દૂધનું ઉત્પાદન મેળવ્યું, જે પૈકી ૭૦ રૂ. પ્રતિલિટરના ભાવે દૂધના છુટક વેચાણ અને બાકીના દૂધમાંથી ઘી બનાવીને રૂ.૧૫૦૦ પ્રતિકિલોના ભાવે વેચાણ કર્યું. તેમની ગૌશાળામાં તૈયાર કરેલા ઘીને તેઓએ વડોદરા, સુરત અને મુંબઈ જેવા શહેરો સુધી પહોંચાડ્યું.
  • ઔષધિય ગુણોથી ભરપુર એવા ગીર ગાયના શુદ્ધ ઘીની માંગને ધ્યાનમાં રાખીને બીજા વર્ષે હરેશભાઈએ મેળવેલા તમામ દૂધ ઉત્પાદનનો ઘી બનાવવા ઉપયોગ કર્યો. વાર્ષિક દૂધ ઉત્પાદનમાંથી કુલ ૫૦૦ કીલો કરતાં વધુ ઘી તૈયાર કરી
  • રૂ.૦૮ લાખ જેટલી આવક મેળવી. સાથે સાથે આયુર્વેદમાં આરોગ્યની દ્રષ્ટીએ ઉત્તમ ગણવામાં આવેલા ગૌમુત્રનો અર્ક બનાવી તેના વેચાણ દ્વારા હરેશભાઈ વધારાની આવક પણ મેળવે છે.
  • એક તરફ વધુ પાક ઉત્પાદન મેળવવા ખેડૂતો રાસાયણીક ખાતરનો બેફામ ઉપયોગ કરતા થયા છે ત્યારે હરેશભાઈએ ગૌપાલન થકી ઘી અને દૂધના વેચાણની સાથે પશુપાલનની આડપેદાશ એવા ગૌમુત્ર અને ગોબરનો ઉપયોગ ખેતીમાં કરે છે.
  • ગૌશાળા પાસેની જમીન પર કમ્પોસ્ટ પીટ અને વર્મી કમ્પોસ્ટ બેડ બનાવી ગાયના ગોબરમાંથી જૈવિક ખાતર તૈયાર કરે છે. રાસાયણીક દવાના સ્થાને ગૌમુત્ર અને ગાયની છાશનો જંતુનાશક તરીકે તથા ગાયના ગોબરનું જીવામૃત અને વર્મી કમ્પોસ્ટ દ્વારા ખાતર તરીકે ઉપયોગ કરે છે.
  • આ વિશે વાત કરતાં હરેશભાઈ જણાવે છે કે, ગૌપાલનથી દૂધ અને ઘીની આવક તો થાય જ છે પણ સાથે સાથે રાસાયણીક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળી પ્રાકૃતિક ખેતી કરવાનો મારો ઉદ્દેશ છે. ખેતીના પાકોમાં મેં ક્યારેય રાસાયણીક દવા કે ખાતરનો ઉપયોગ કર્યો નથી. પ્રાકૃતિક ખેતી કરવાના કારણે ખર્ચ પણ ઘટે છે અને પાક ઉત્પાદન પણ વધુ મળે છે. સાથે જ ગાયો માટે વાવેલા ઘાસચારામાં પણ રાસાયણીક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવાથી ગાયોમાં બિમારીનું પ્રમાણ ઘટવાની સાથે દૂધની ગુણવત્તા પણ જળવાઈ રહે છે.
  • માત્ર આવકના સાધન તરીકે જ નહીં પણ ઉચ્ચ ઓલાદની ગાયોના સંવર્ધન માટે પણ હરેશભાઈ પ્રયત્નબદ્ધ છે. તેઓ સમયાંતરે તેમની ગૌશાળામાં રહેલા ખુંટ દ્વારા ગીર ઓલાદની ગાયોના બ્રિડીંગ માટે બીજદાન પણ કરાવે છે.
  • રાજ્ય સરકાર દ્વારા મળતી સહાયથી અન્ય ગાયોની ખરીદી કરી આગામી સમયમાં ૧૦૦ જેટલી ગાયોના સંવર્ધનનું હરેશભાઈનું લક્ષ્ય છે.
  • હરેશભાઈએ પશુપાલન શરૂ કરતાં પહેલા ગાયની વિવિધ જાત અને તેની ઓલાદો, તેના સંવર્ધન માટેની પૂરક વ્યવસ્થા, તેના આહારથી લઈ તેના આરોગ્યલક્ષી પાસાઓનો ભરપૂર અભ્યાસ કર્યો અને સૌરાષ્ટ્ર પંથકમાંથી ગીર ઓલાદની ગાયો ખરીદી. તેમણે ગાયો બાંધવા પાકા શૅડવાળી ગૌશાળા તૈયાર કરી છે. પીવાના પાણી અને પશુ આહાર નાંખવા માટેની વિશેષ વ્યવસ્થા અને ગરમીના સમયમાં ગૌશાળામાં ઠંડક રહે તે માટે ફોગર સહિતની વ્યવસ્થા કરી છે.
  • દિવસભર ગાયોને ગૌશાળામાં બાંધી રાખવાના બદલે બાજુમાં જ તૈયાર કરેલા વાડામાં મુક્ત કુદરતી વાતાવરણમાં હરીફરી શકે તે માટે ફેન્સિંગ સાથેની વ્યવસ્થા કરી છે.
  • ગાયોના સ્વાસ્થ્ય અને દૂધની ગુણવત્તા જળવાઈ રહે તે માટે પશુઆહાર તરીકે ચણા, તુવેર, મકાઈ અને ઘોડાજીરાની ફોતરી અને ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલો લીલો-સુકો ઘાસચારો આપે છે. આરોગ્યની દેખરેખ સાથે રસીકરણ અને દવાઓ સહિતની હોમિયોપેથી ટ્રિટમેન્ટ અપાવે છે. હરેશભાઈ કહે છે કે, રાસાયણીક દવામુક્ત ઘાસચારા અને
  • ગૌશાળામાં સ્વચ્છતાના કારણે મારી ગાયોમાં બિમારી થવાનું પ્રમાણ નહિવત્ હોવાથી દવાઓ પાછળ ખર્ચ ઘણો જ ઓછો છે.
  • રાજ્ય સરકાર દ્વારા ગૌસંવર્ધન અને પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે વિશેષ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે પાટણના શિક્ષિત યુવાને બંનેનો સંયોગ સાધ્યો છે. દાહોદ ખાતે યોજાયેલા શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સમારોહમાં હરેશભાઈને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે પાટણ જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે એવોર્ડ અને રૂ.૧૫,૦૦૦ની પ્રોત્સાહક રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો.
  • ભારતના સૌથી પ્રાચીન પૈકીના પશુપાલન વ્યવસાયને આજના સમયમાં માત્ર બિનકુશળ અને ગ્રામીણ લોકોનો વ્યવસાય માનવામાં આવે છે. પરંતુ પાટણના શિક્ષિત યુવાન હરેશભાઈ પટેલ બાંધકામનો વ્યવસાય છોડી પશુપાલન તરફ વળ્યા છે. It’s never about earning but also about learning. થોડા જ્ઞાન, થોડા અભ્યાસ, ભરપૂર ઈચ્છાશક્તિ અને મહેનતથી પશુપાલનની આવકની સાથે સાથે ખેતીમાં પશુપાલનની આડપેદાશોનો ઉપયોગ અને ખર્ચમાં ઘટાડો કરી માત્ર બે વર્ષના ટુંકા ગાળામાં સફળ ગૌપાલન કર્યું.
  • નોકરીને જ આવક કે રોજગારીનું માધ્યમ માનતા શિક્ષિત અને રોજગારવાંચ્છુ યુવાનોએ હરેશભાઈ જેવા યુવાનમાંથી બોધ લેવા જેવો ખરો. ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ પરંપરાગત વ્યવસાયમાં ઝંપલાવી સ્વરોજગાર દ્વારા આવક મેળવવાનું ઉત્તમ સાધન હોવાની સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ગૌસંવર્ધનના મહાયજ્ઞમાં આહૂતિ પણ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures