પાકિસ્તાન: લાહોરમાં આતંકવાદી હાફિઝ સઈદની કરાઈ ધરપકડ.

પોસ્ટ કેવી લાગી?

આતંકવાદી હાફિઝ સઈદ જ્યારે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તે અત્યારે જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે. ધરપકડ બાદ સઈદે કહ્યું કે તે કોર્ટમાં જશે.

બે દિવસ પહેલા એન્ટી ટેરર કોર્ટે તેને જામીન આપ્યા હતા. અત્યારે ઇમરાન ખાન સરકાર પર ફાઈનૅન્શલ એક્શન ટાસ્ક ફોર્સે આતંકવાદીઓ અને તેમના સંસ્થાનો વિરુદ્ધ કડક કાર્યવાહીનું દ બાણ બનાવ્યું છે.

hafiz saeed

આ મહિને ટેરર ફંડીગ કેસમાં હાફિઝ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય 12 સાગરિતો સામે પણ કેસ નોંધાયા છે. તે અત્યારે કુલ 23 કેસમાં આરોપી છે. જોકે સરકાર તરફથી યોગ્ય પુરાવા રજૂ ન કરાતા કોર્ટે તેને જામીન આપી દીધા હતા. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લાહોરની એન્ટી ટેરરિઝમ કોર્ટે તેને પ્રિ એરેસ્ટ જામીન આપ્યા હતા .

રિપોર્ટ પ્રમાણે સઈદના સંગઠન જમાત-ઉદ-દાવાને લશ્કર-એ-તૈયબાનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે. 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ સઈદજ છે. અમેરિકાએ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. તેના પર 10 મિલિયન અમેરિકન ડૉલરનું ઈનામ પણ છે. સિંધ પ્રાંતમાં સંચાલિત 56 મદ્રેસા પોલીસે સીઝ કરી લીધા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures