હવે સ્વાદિષ્ટ ઠંડાઈ બનાવવા ઘરે આ રીતે બનાવો ઠંડાઈનો પાઉડર.

સામગ્રીઃ-

  • ખાંડ – 350 ગ્રામ
  • બદામ – 60 ગ્રામ
  • દૂધ – 1/2 લીટર
  • પિસ્તા – 30 ગ્રામ
  • તરબૂચના બીજ – 30 ગ્રામ
  • વરિયાળી – 30 ગ્રામ
  • એલચી પાવડર – 10 ગ્રામ
  • મરી – 5 ગ્રામ

રીત:-

  • મિક્સચર જારમાં વરિયાળી, મરી અને 100 ગ્રામ ખાંડ મિક્સ કરીને પીસી લેવું. પિસેલાં મિશ્રણને ચાળણીમાં ચાળી લેવું. ચાળણીમાં બાકી રહેલાં જાડા મિશ્રણને એકવાર ફરીથી મિક્સચરમાં નાખીને ખાંડ સાથે પીસી લેવું. ત્યાર બાદ ફરી તેને ચાળણીમાં ચાળીને ગ્લાસમાં અલગ રાખી દેવું.
  • ત્યાર બાદ, મિક્સચર જારમાં બદામ, પિસ્તા, તરબૂચના બીજ, એલચી પાવડર અને બાકી રહેલી ખાંડ સાથે પીસી લો. આ મિશ્રણને વરિયાળી અને મરીના મિશ્રણમાં જ નાખીને યોગ્ય રીતે મિક્સ કરી લેવું. આ બધા જ મિશ્રણને એકવાર ફરીથી ચાળણીમાં ચાળી લો. જેથી મિશ્રણ એકસાર થઇ જાય. ઠંડાઈ પાવડર બનીને તૈયાર છે.

પાવડરથી ઠંડાઈ બનાવવા માટેની રીત :-

  • એક ગ્લાસમાં થોડું દૂધ નાખવું અને તેમાં 9 ચમચી ઠંડાઈ પાઉડર નાખીને યોગ્ય રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને અડધા કલાક માટે અલગ રાખી દો.
  • અડધા કલાક બાદ ઠંડાઈવાળું દૂધ, બાકી રહેલું દૂધ અને બરફના ટુકડા મિક્સચર જારમાં ભરવું અને બરફના ટુકડા મેલ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરવું. ઠંડાઈ બનીને તૈયાર છે, તેને ગ્લાસમાં કાઢી લેવું.
  • ઠંડાઈને ગાર્નિશ કરવા માટે થોડાં પિસ્તા ઠંડાઈ ઉપર રાખવાં. ઠંડી-ઠંડી ઠંડાઈને આવી રીતે જ સર્વ કરો. ઠંડાઈ પાઉડરને કોઇપણ એર-ટાઇટ વાસણમાં ભરીને રાખો અને 2 મહિના આજુબાજુ તેનો ઉપયોગ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here