28 વર્ષીય પરિણીતા શારીરિક સંબંધ માટે 18 વર્ષના યુવકને કરતી હતી Blackmail…

પોસ્ટ કેવી લાગી?

Blackmail

  • સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
  • જેમાં 28 વર્ષીય પરિણીતા તથા ચાર વર્ષની બાળકીની માતાના ત્રાસથી કંટાળીને 18 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
  • ઘરમાં જુવાન દીકરાના મોતથી માતાએ કલ્પાંત કરી મૂક્યું હતું.
  • તથા પોતાના દીકરાને ન્યાય મળે તેવી માગ કરી છે.
  • ઘટનાની એવી છે કે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં 18 વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો.
  • તો છેલ્લા ચાર મહિનાથી લોકડાઉનને કારણે યુવક ઘરે જ રહેતો હતો.
  • ત્યાં જ લોકડાઉન દરમિયાન પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી.
  • પરંતુ આ મિત્રતા તેને મોતના કૂવા સુધી લઈ જશે તે તેને ખબર ન હતી.
  • જો કે, પરીણિત યુવતીને એક ચાર વર્ષની બાળકી પણ છે.
  • પણ આ યુવતી 18 વર્ષીય યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી.
  • તથા યુવકનાં પરિવારના જણાવ્યા મુજબ યુવતી 18 વર્ષીય યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ (Blackmail) કરતી હતી
  • યુવકને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી.
  • યુવક આ યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રેહતો હતો અને કોઈની સાથે વધુ વાતો પણ કરતો ન હતો.
  • પુત્રની આ હાલત જોઈ માતાને કાંઈક ખરાબ થયું હોવાનો અંદાજો આવ્યો હતો.
  • તેણે પુત્રને શું થયું છે તેમ પુછ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી માનસિક ત્રાસ સહન કરતો યુવાન માતા આગળ પીગળી ગયો હતો.
  • ત્યારે દિલ ખોલીને તેણે પોતાની આપવીતી માતાને વર્ણવી હતી.
  • પુત્રની વાત જાણીને માતા ચોંકી ઉઠી હતી. પણ પોતાના પુત્ર માટે તેણે આ મામલે યુવતીના પતિને સમગ્ર મામલાની જાણ કરી હતી.
  • પરંતુ યુવતીના પતિએ તો યુવકની માતા અને યુવક સાથે જ ઝઘડો કરી દીધો હતો.
  • પણ તે જ સમયે પરિણીતાએ તેના પતિ આગળ જ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, મારે આ યુવક સાથે સંબંધ રાખવો છે.
  • પત્નીની આ વાત સાંભળી બે ઘડી માટે પતિ પણ ચોંકી ઉઠ્યો હતો.
  • આમ છેલ્લા કેટલાક દિવસથી બંને પરિવારો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા.
  • જો કે, ઝઘડાને કારણે વાત લોકોમાં પણ ચર્ચાવા લાગી હતી.
  • લોકો પરિણીતાનો વાંક કાઢવાને બદલે યુવકને જ ઠપકો આપી રહ્યા હતા.
  • જેને કારણે યુવકને આ વાતનું પણ માઠું લાગી આવ્યું હતું.
  • તેમજ દરરોજના ઝઘડા અને ઉપરથી રોજ પરિણીતા ફોન કરીને Blackmail કરીને યુવકને ત્રાસ આપતી હતી.
  • જેને કારણે 18 વર્ષનો યુવાન માનસિક રીતે ભાંગી પડ્યો હતો.
  • ગત રોજ પરિણીતાનો ફોન આવ્યા બાદ યુવકે ઘરના પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
  • તો પરિવારે પરિણીતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
  • જો કે, આ મામલે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
  • યુવકના પરિવારે મહિલા પર મોતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા માગ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures