કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ‘પોસ્ટ Covid -19 મેનેજમેન્ટ પ્રોટોકોલ’ જારી કર્યું

પોસ્ટ કેવી લાગી?

Union Health Ministry

દેશમાં કોરોના વાયરસનો કહેર ઓછો થવાને બદલે વધી રહ્યો છે. તેમજ કોરોના સંક્રમણ પણ ખૂબજ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોના દર્દીઓની સંખ્યા 47 લાખની નજીક પહોંચી છે. તેમજ મૃત્યુઆંક વધીને 77 હજારને પાર થઈ ગયો છે. તેમજ રાહતના સમાચાર એ છે કે દેશમાં કોરોના દર્દીઓના સાજા થવાનો દર 77.77 ટકા છે. બીજી તરફ કોરોના સંક્રમણથી સાજા થયા બાદ પણ અનેક લોકોમાં સ્વાસ્થ્યથી જોડાયેલી બીજી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ કારણે અનેક લોકોને ફરીથી હૉસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે.

આ સંજોગોમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) કોરોના દર્દીઓ અને કોરોનાથી સજા થઈ ચૂકેલા લોકો માટે પ્રોટોકોલ સલાહ જાહેર કરી છે. તેમાં યોગાસનથી લઈને કાઢા પીવા અને ચ્યવનપ્રાશ ખાવા સુધીની સલાહ આપવામાં આવી છે.

  • પ્રોટોકોલ મુજબ માસ્કનો ઉપયોગ કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.
  • પર્યાપ્ત માત્રામાં ગરમ પાણી પીઓ.
  • આયુષ મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ઇમ્યૂનિટી વધારવાની દવાઓનું પણ સેવન કરો.
  • ઘર પર કે ઓફિસનું કામ ધીમધીમે જ શરૂ કરો.
  • ફ્રેશ અને સરળતાથી પચનારું ડાયટ લો.
  • પૂરતી માત્રામાં ઊંઘ લો અને આરામ કરો.
  • રોજ યોગાસન, પ્રાણાયામ અને મેડિટેશન કરો.

આ પણ જુઓ : Ahmedabad : 1 કરોડના MD ડ્રગ્સની ASIને સાથે રાખી થતી હતી ડિલિવરી

  • ડૉક્ટર દ્વારા ભલામણ કરવામાં આવેલી બ્રીધિંગ એક્સસાઇઝ કરો.
  • મોર્નિંગ અને ઇવનિંગ વૉક કરો.
  • સ્મોકિંગ અને આલ્કોહોલથી અંતર રાખો.
  • રોજ સવારે ગરમ દૂધ કે પાણીની સાથે એક ચમકી ચ્યવનપ્રાશ ખાઓ.
  • હળદર અને મોઠાના પાણીના કોગળા કરો.
  • હળવા ગરમ પાણીની સાથે એકથી ત્રણ ગ્રામ મુળેઠી પાઉડર રોજ લો.
  • સામુદાયિક રીતે આયોજિત સેશનમાં હિસ્સો લો.
  • રોજ સવાર અને સાંજે ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખીને પીવો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures