Central Government એ લીધા આ 3 મોટા અને મહત્વના નિર્ણય

પોસ્ટ કેવી લાગી?

Central Government

  • કોરોનાનાં સંકટને જોતા Central Government (કેન્દ્ર સરકારે) 3 મોટા અને મહત્વના નિર્ણય લીધા છે.
  • આ 3 મહત્વના નિર્ણય તમારા ખિસ્સા સાથે જોડાયેલ છે.
  • આ ઉપરાંત તેનો ફાયદો સીધો તમને મળવાનો છે.
  • Central Government (કેન્દ્ર સરકારે) પોતાની મહત્વાકાંક્ષી ઉજ્જવલા યોજનાનાં 7 કરોડથી વધારે લાભાર્થીઓને મફત સિલેન્ડર આપવાની સુવિધાની સમયમર્યાદા સપ્ટેમ્બર સુધી વધારવાને મંજૂરી આપી દેવામાં આવી છે.
  • તેમજ આ યોજના અંતર્ગત વધુ 3 મહિના મફત સિલેન્ડર પર 13,500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
  • નોંધનીય છે કે સરકારે કોરોના સંકટ અને લૉકડાઉનને જોતા ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને એપ્રિલથી જૂન સુધી ત્રણ સિલેન્ડર મફત આપવાની જાહેરાત કરી હતી.
  • તથા ઉજ્જવલા યોજના અંતર્ગત દેશનાં ગરીબ પરિવારની મહિલાઓનાં નામે ગેસ કનેક્શન મફતમાં ફાળવવામાં આવ્યા છે.
  • આ ઉપરાંત કેન્દ્ર સરકાર (Central Government) ઑગષ્ટ સુધી નોકરીદાતાઓ અને કર્મચારીઓનાં ભાગનાં ક્રમશ: 12-12 ટકા પીએફ અમાઉન્ટ ખુદ આપવાના છે.
  • તો આ યોજના ફક્ત એ ઑર્ગેનાઇઝેશન્સ માટે છે જ્યાં કર્મચારીઓની સંખ્યા 100 સુધી છે અને તેમાં 90 ટકાનું માસિક વેતન 15,000 રૂપિયાથી વધારે નથી.
  • ઉલ્લેખનીય છે કે સરકાર લૉકડાઉન શરૂ થયા બાદ એપ્રિલથી જ આ સુવિધા આપી રહી છે.
  • સરકારનાં આ નિર્ણયથી 3.67 લાખ નોકરીદાતાઓ અને 72.22 લાખ કર્મચારીઓને રાહત મળશે.
  • તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 5 મહિના જુલાઈથી નવેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી છે.
  • આ અંતર્ગત તમામ લાભાર્થી પરિવારોને આગામી 5 મહિના જુલાઈથી નવેમ્બર, 2020 મહિના મફત અનાજ તથા 1 કિલો ચણાનું મફત વિતરણ થશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures