Jamalpur APMC શાકમાર્કેટના વેપારીઓ ઉતર્યા હડતાળ પર, જાણો કેમ?

પોસ્ટ કેવી લાગી?

Jamalpur APMC

  • સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારીનો કહેર છે.
  • તો અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.
  • જમાલપુર  એપીએમસી (Jamalpur APMC) શાકમાર્કેટના 240 હોલસેલ વેપારીમાંથી પોલીસે માત્ર 53 વેપારીને જ પરવાનગી આપતા વેપારીઓએ હડતાળ પાડી છે.
  • તેને કારણે  શાકભાજીની અછત સર્જાઈ શકે છે.
  • રવિવારે ખૂબ ઓછી માત્રામાં શાકભાજી આવ્યા હતા
  • તેમજ સોમવારથી છૂટક બજારમાં આવતાં પુરવઠા પર માઠી અસર પડી શકે છે તેમ અગ્રણી વેપારીઓનું કહેવું છે. 
  • અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં શાકભાજીનો સપ્લાય જમાલપુર  એપીએમસી (Jamalpur APMC) શાક માર્કેટમાંથી થતો હોય છે.
  • પુરવઠો ખોરવાય તો તેની અસર શાકભાજીના ભાવ પર પણ વર્તાશે અને ભાવ આસમાને પહોંચી શકે છે.
  • તેમજ શાકભાજીના કાળાબજાર થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. 
  • જમાલપુર  એપીએમસી (Jamalpur APMC) ના વેપારીઓની હડતાળને પગલે શાકભાજીના ભાવ પર અસર જોવા મળશે.
  • વેપારીઓની હડતાળથી શાકભાજીના ભાવ વધવાની ભીતિ છે.
  • Ampc માર્કેટમાં 159 જેટલી દુકાનો આવેલી છે.
  • વેપારીઓની આજે બપોરે 01:30 વાગ્યે મુખ્યપ્રધાન અને ગૃહમંત્રી સાથે બેઠક યોજાશે.
  • કોરોના વાઈરસને લઇને શહેરની જમાલપુર  એપીએમસી (Jamalpur APMC) હોસલેસ શાકમાર્કેટને જેતલપુર ખાતે ખસેડાઈ હતી.
  • રથયાત્રા બાદ જેતલપુરથી  પરત જમાલપુર એપીએમસી શાકમાર્કેટ શરૂ કરાયું હતું.
  • પરંતુ શહેર પોલીસે જમાલપુરના 240માંથી માત્ર 33 ટકા એટલે કે 53 વેપારીઓને ત્રણ ત્રણ દિવસના ગાળામાં વેપાર કરવા પરવાનગી આપી છે.
  • આ ઉપરાંત વેપારીઓને રાતના 9 થી સવારના 6 વાગ્યાની પરવાનગી આપવામાં આવતાં બહારથી આવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 
  • વેપારીઓ અને ખેડૂતોએ અનેક રજૂઆત કરી હતી પરંતુ પોલીસ તેમની કોઈ વાત સાંભળવા તૈયાર ન હોવાથી આખરે વેપારીઓ અને ખેડૂતોએ હડતાળ પાડવી પડી છે
  • તેમજ બજારના અગ્રણીઓનું કહેવું છે કે જથ્થાબંધ બજારમાં હડતાળને કારણે સીધી અસર છૂટક વેપારીઓ પર વર્તાશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures