‘વાયુ’ વાવાઝોડું: ગુજરાતના આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ.

12થી 14મી જૂન દરમિયાન જૂનાગઢ, દીવ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

12મી જૂન :12મી જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, બરોડા, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે દીવ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં ભારે વરસાદ પડી શકે છે.

13મી જૂન : બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, બરોડા, ભરૂચ, ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, દાદરાનગર હવેલી, દમણ, નવસારી, વલસાડ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દીવ, ગીર-સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

12થી 14મી જૂન દરમિયાન જૂનાગઢ, દીવ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

‘વાયુ’ વાવાઝોડાની અસર પામનારા સૌરાષ્ટ્ર વિસ્તારના હવાઈ મથકો, યાત્રાધામોની બસ સેવા તેમજ દરિયાકાંઠા વિસ્તારના રેલવે સ્ટેશન અને પોર્ટ્સ પર યાતાયાત સેવાઓ અને ઓપરેશન આગોતરી તકેદારીના પગલાંરૂપે સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી રૂપાણી અને ના. મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની વિગતો આપતા જણાવ્યું છેકે, વડાપ્રધાન કાર્યાલય તેમજ ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકાર સતત સંપર્કમાં છે અને જરૂરી તમામ મદદ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

વડાપ્રધાન કાર્યાલય અને ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકાર સતત સંપર્કમાં
‘વાયુ’ વાવાઝોડાની અસર પામનારા સૌરાષ્ટ્ર વિસ્તારના હવાઈ મથકો, યાત્રાધામોની બસ સેવા તેમજ દરિયાકાંઠા વિસ્તારના રેલવે સ્ટેશન અને પોર્ટ્સ પર યાતાયાત સેવાઓ અને ઓપરેશન આગોતરી તકેદારીના પગલાંરૂપે સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી રૂપાણી અને ના. મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની વિગતો આપતા જણાવ્યું છેકે, વડાપ્રધાન કાર્યાલય તેમજ ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકાર સતત સંપર્કમાં છે અને જરૂરી તમામ મદદ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here