ફિલ્મ: વિજય દેવરાકોન્ડાની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મમાં અનન્યા પાંડે લીડ એક્ટ્રેસ.

  • તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરાકોન્ડા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છે. ‘ફાઈટર’ નામની ફિલ્મથી તે ડેબ્યુ કરી રહ્યો છે અને આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે લીડ સ્ટારકાસ્ટમાં સામેલ છે. આ ફિલ્મને કરણ જોહરની સાથે ચાર્મી કૌર પ્રોડ્યૂસ કરી રહી છે. અનન્યાએ સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું કે, ‘ડિરકેટર પુરી જગંનાધ સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક અને ખુશ છું. મિસ્ટર દેવરાકોન્ડાનું બોલિવૂડમાં સ્વાગત છે.’
  • ફિલ્મનું નામ ‘ફાઈટર’ છે જે એક બોક્સરની લાઈફ પર આધારિત છે. તે ફિલ્મમાં પોતાના રોલને ન્યાય આપવા માટે બોક્સિંગ પણ શીખી રહ્યો છે. આ ફિલ્મ હિન્દીની સાથે તેલુગુમાં પણ બનશે અને તમિળ સહીત સાઉથની અલગ અલગ લેન્ગવેજમાં પણ રિલીઝ થશે. એટલે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનન્યાની આ ડેબ્યુ ફિલ્મ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં વિજયની આ ડેબ્યુ ફિલ્મ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here