ગુજરાત : મુખ્યમંત્રી વિજય રુપાણીએ નવા ઉદ્યોગ રોકાણકારો માટે કરી મહત્વની જાહેરાત.

  • મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોરોના વાયરસ અને લૉકડાઉનની મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં નવા ઉદ્યોગ રોકાણકારો માટે મહત્વની જાહેરાત કરી.
  • લૉકડાઉન અને કોરોનાના કારણે આવનારા દિવસોમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડશે.
  • આર્થિક ગતિવિધિઓ વધે અને બેરોજગારી ઓછી થાય, નવા પ્રોજેક્ટો ઝડપથી શરુ થાય તે દ્રષ્ટીથી ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે કોઈપણ વ્યક્તિ નવો પ્રોજેક્ટ 1200 દિવસ કામ કરવા માટે લઈ આવે અને કામ કરે તો તેને લેબર લો ના બધા કાયદામાંથી મુક્તિ આપવામાં આવશે.
  • જોકે મજૂરોની પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ બાબતો પર છૂટ આપવામાં નહીં આવે અને લેબર લો ના કાયદા બધા લાગુ પડશે.
  • મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મિનિમમ લધુતમ વેતન ધારો લાગુ પડશે.
  • સુરક્ષાના જે કોઈ નિયમો છે તેમાં કોઈ છૂટછાટ મળશે નહીં.
  • ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની સુરક્ષા પર કોઈ બાંધછોડ કરાશે નહીં.
  • જો કોઈ મજૂરને અકસ્માતમાં ઈજા થાય કે મૃત્ય થાય તો તેને વળતર પુરેપુરું આપવું પડશે.
  • વળતર માટે કાયદામાં જે જોગવાઈ છે તે તમામ લાગુ પડશે. આ સિવાય ફેક્ટરીને મજૂર કાયદા મુજબ કોઈ નિયમ લાગુ પડશે નહીં.
  • મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જૂની તમામ ફેક્ટરીમાં લેબર કાયદા લાગુ પડશે. તેમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here