અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર સામે અચનાક બાયો કેમ ચઢાવી?

  • અલ્પેશ ઠાકોરે સરકારને આપી ચિમકી, સોમવારે ગાંધી આશ્રમ થી ગાંધીનગર સુધી પદયાત્રાની જાહેરાત.
  • એલ આર ડી ભરતી પ્રક્રિયા વિવાદ વધુને વધુ વિકટ બનતો જઇ રહ્યો છે. સરકાર એક તરફ બેઠકો પર બેઠક યોજી રહી છે. અને આ સમગ્ર મુદ્દે સમાધાનની ફોર્મિલા અપનાવી રહી છે. પરંતુ વિવાદ વકરી રહ્યો છે.ત્યારે હવે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ભાજપ સરકાર સામે બાયો ચઢાવી છે. અને સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપી પરિપત્ર રદ કરવાની ચિમકી આપી છે
  • ભાજપ નેતા અને ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરે વિડીયો જાહેર કરતા કહ્યુ છે, કે સરકાર 64 દિવસથી ઓબીસી, એસસી અને એસટી સમાજની દિકરીઓને સાંભળતી નથી.. ગુજરાત સરકાર દ્વારા કરાયેલ 2018નો પરિપત્ર ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો છે. જે ગરીબોના અધિકાર પર તળાપ મારનાર અને અન્યાય કરનાર છે. આ ઠરાવ પર સરકારે સમાજના આગેવાનો સાથે બેઠક બોલાવી હતી. ત્યારે સરકારે સમાજના આગેવાનોને બાંહેધરી આપી જણાવ્યું હતું કે આ ઠરાવમાં સુધાર કરવામાં આવશે. અને રદ કરવામાં આવશે પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
  • અલ્પેશ ઠાકોરે સરકારને ધમકી આપી હતી, કે 48 કલાકમાં આ ઠરાવ રદ કરવામાં આવે. નહિતર અલ્પેશ ઠાકોર પોતાના સમર્થકો સાથે સોમવારે ગાંધી આશ્રમ થી સચિવાલય ગાંધીનગર સુધી પદ યાત્રા કાઢીશ જે સંવિધાન અધિકારના રક્ષણ માટેની હશે. ગરીબના ઉત્થાન માટે હશે. જો સરકાર કોઇ નિર્ણય નહી કરે તો આગામી સમયમાં રણનીતી બનાવામાં આવશે.
  • અલ્પેશ ઠાકોર ફરી એકવાર અનામત આંદોલનના બહાર પોતાની શક્તિ બતાવાનો પ્રયાસ કર્યો છે. જેમાં તે ભાજપ સરકાર અને છોડેલી પાર્ટી કોંગ્રેસ પક્ષને પોતાની શક્તિ પ્રદર્શિત કરી રહ્યા છે. શું આ કરવાથી ભાજપ અલ્પેશ ઠાકોર દુર જવાનો સંકેત આપે છે. કે પછી રાધનપુર બેઠક હાર્યા પછી કમ બેક અલ્પેશ ઠાકોર કરવાનો પ્રયાસ કરે છે.
  • બે દિવસ પહેલા જ ભાજપના ઓબીસી, એસ સી અને એસટી સમાજના આગેવાનો સાથે સરકારની મંત્રણા થઇ હતી. જેમાં અલ્પેશ ઠાકોર, દિલપજી ઠાકોર, કુંવરજી બાવળીયા સહિત નેતાઓ અને મંત્રીઓ હતા જેમાં સરકાર દ્વારા આશ્વાન અપાયુ હતું, કે ઠરાવમાં ફેરફાર કરાશે પરંતુ સરકાર દ્વારા બે દિવસ વિતી ગયા છતા કોઇ ઉકેલ લવાયો નથી
  • આથી હવે સરકાર સામે જ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે બાયો ચઢાવી છે. તેની પાછળનું રાજકીય તર્ક માનવામાં આવે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here