જગન્નાથજીની 141મી રથયાત્રા, રથયાત્રામાં અમદાવાદ શહેર પોલીસ કરશે ચુસ્ત બંદોબસ્ત.

પોસ્ટ કેવી લાગી?

અમદાવાદ: અમદાવાદ શહેર માટે 141મી રથયાત્રા ધાર્મિક અને સામાજીક મહત્વ ધરાવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલુપરથી પરંપરાગત રૂપથી નિકળશે. ત્યારે પોલીસ વિભાગ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે આગોતરા આયોજન કર્યા હતા. જેને લઈને આજે પોલીસની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં રથયાત્રાને લઈને કરાયેલા આયોજનોની વિગતો આપવામાં આવી હતી.

જગન્નાથપુરી બાદ અમદાવાદની રથયાત્રાનું મહત્વ

ભારતમાં જગન્નાથપુરી રથયાત્રા બાદ અમદાવાદ શહેરની રથયાત્રાનું મહત્વ વધારે છે. અને સૌથી મોટો બંદોબસ્ત રાખવામાં આવે છે, શહેરમાં આ રથયાત્રા શાંતિપુર્ણ રીતે અને ભાઈચારાથી પૂર્ણ થાય તે માટે શહેર પોલીસ દ્વારા સઘન અને વ્યુહાત્મક પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ છેલ્લા બે મહિનાથી આ સંદર્ભમાં તકેદારીના વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.

રથયાત્રાનો રૂટ

રથયાત્રા સામાન્ય રીતે 18 હાથી, 101 ટ્રક, 30 અખાડા, 3 રામમંડળી, 18 ભજન મંડળી, 7 કાર, 2 રીક્ષા, 1 ઘોડાગાડી, 5 બેન્ડબાજા, 3 રથની પરવાનગી આપવામાં આવે છે. આ રથયાત્રાનો રૂટ 15 કિમીનો છે. રથયાત્રા સવારે 7 વાગ્યે જગન્નાથજીના મંદિરથી શરૂ થઈ જમાલપુર દરવાજા, ખમાસા ચોકી, રાયપુર ચાર રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર 12 વાગ્યે પહોંચશે, થોડા વિશ્રામ બાદ 1.30 કલાકે પરત માર્ગ ઉપર પ્રેમ દરવાજા, દરિયાપુર, જોર્ડન રોડ, દિલ્લી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર અડ્ડા, આર.સી. હાઈસ્કુલથી દિલ્લી ચકલા પરત આવી ઘી કાંટા ચાર રસ્તા. પાનકોર નાકા અને ખમાસા થઈ રાત્રે 8.30 કલાકે પરત જગન્નાથ મંદિર પહોંચશે.

રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત

રથયાત્રાના બંદોબસ્તને મુવિંગ અને સ્ટેટિક એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે, આ બંદોબસ્તમાં 12 સેક્ટર, 26 રેન્જ, 54 એરિયા, 136 સબ એરિયા આ રીતે વિભાજન કરી અધિકારીઓને સુપરવિઝનમાં ગોઠવવામાં આવે છે. સમગ્ર રથયાત્રાના બંદોબસ્તમાં 1- સીપી, 3- સ્પે. સીપી, 5- આઈ.જી/ ડી.આઈ.જી.પી, 31- એસ.પી, 88- એ.સી.પી, 253- પી.આઈ, 819 પી.એસ.આઈ, 14270- હે.કો/ પો.કો/વુ.પો.કો/ રીક્રુટ, 22- એસ.આર.પી કંપની, 25- પેરામિલિટ્રી ફોર્સ કંપની, 1- ચેતક કમાન્ડો ટીમ, 5400 હોમગાર્ડસ, તથા 10 ટીમ બી.ડી.ડી.એસ, અને ડોગ સ્કવોર્ડની ટીમ રોકનાર છે. ક્યુ.આર.ટી.ની 30 ટુકડીઓ કાર્યરત રહેશે, જે તમામ પોલીસ ફોર્સના અધિકારી અને કર્મચારીઓ મળી કુલ- 20225ની ફોર્સનો બંદોબસ્ત રહેશે, આ સિવાય હોમગાર્ડસના 5400 જવાન ફરજ બજાવશે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા તકેદારીના ક્યાં પગલા લેવાયા

  1. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મહિના પહેલાથી ફૂટ પેટ્રોલિંગ
  2. બે માસમાં 16411ની અટકાયત
  3. બે માસમાં પ્રોહિબિશનના 3330 કેસના 3548 આરોપીઓને ઝડપીને 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
  4. ગેરકાયદેસર હથિયારોના 15 કેસ જેમાં 41 પિસ્તોલ-દેશી-રિવોલ્વર અને 287 કારતુસ કબ્જે કરાયા
  5. રથયાત્રા નિમિત્તે 554 હોટલનું બે વાર ચેકિંગ કરવામાં આવ્યું
  6. અમદાવાદ શહેર ખાતે ડ્રાઈવનું આયોજન કરીને ભાડૂઆતના સંબંધિત કલમ 188 અંતર્ગત કેસ કરાયા
  7. 99 સ્થળો પર 150 કેમેરા લગાડીને મોનિટરિંગ
  8. સીપી ઓફિસ ખાતે મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ
  9. ભજનમંડળી સંબંધે વિવિધ એસોસિએશન સાથે મિટિંગ
  10. એક મહિનામાં 291 મહોલ્લા મિટિંગ અને શાંતિસમિતિની 113 મિટિંગ
  11. અસામાજીક તત્વોને 306 મુજબ પાસા અને 48 અંતર્ગત તડીપાર કરાયા
  12. હાથીઓને કાબુમાં રાખવા માટે જંગલ ખાતાના અધિકારી અને પશુ ડોક્ટર હાજર રહેશે
  13. સંવેદનશીલ વિસ્તારોમાં ફિક્સ પોઈન્ટ, ડીપ પોઈન્ટ-166 ઉપર પોલીસ અધિકારીઓનો ત્રિસ્તરીય બંદોબસ્ત
  14. રથયાત્રા રૂટ પર ધાબા પોઈન્ટ જનમેદની ઉપર નજર રાખવા માટે 192 પોઈન્ટ ગોઠવાયા
  15. શંકાસ્પદ વાહનો અને વસ્તુઓ તપાસવા બીડીડીએસની 10 ટીમ
  16. સમગ્ર બંદોબસ્ત ઉપર નજર રાખવા નેત્રાડ્રોનથી વીડિયોગ્રાફી
  17. સોશિયલ મીડિયામાં ભાઈચારાના મેસેજ
  18. ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ મારફતે ક્રિમિનલ એક્ટિવિટી પર વોચ
  19. રથયાત્રામાં જે ટ્રક વહેલી પહોંચે તેવી 1થી 30 આવનાર ટ્રકને સીપી તરફથી 3 લાખની રકમ
  20. ઈઝરાયેલના ટ્રિટેડ કેમરા બલૂનથી એર સર્વેલન્સ
  21. ચેતક કમાન્ડો આધુનિક હથિયારોમાં સજ્જ થઈ 5 વાહનો 10 પોઈન્ટ પર તૈનાત
  22. QRTની 30 ટીમના જવાનો અગત્યના પોઈન્ટ પર હાજર રહેશે
  23. આઈટીબીપીની 3 કંપની મૂવિંગ બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારમાં ઉપયોગમાં લેવાશે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures