Patan : પાટણ શહેરમાં સોસાયટીમાં સિક્યુરિટી કરતા અવિવાહિત 55 વર્ષીય આધેડે શુક્રવારે તે સોસાયટીમાં રમતી 11 વર્ષીય બાળકીને તેની પાસે બોલાવીને અડપલા કર્યા હતા. આ અંગે બાળકીએ તેના માતા પિતાને કહેતાં ચોકીદારની પૂછપરછ કરતાં તેણે સોસાયટીના રહીશો સામે આ હરકતની કબુલાત કરી હતી. બાળકીના પિતાએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ચોકીદાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી કોટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા.
રાતે 9 વાગ્યાના અરસામાં સોસાયટીમાં રમતી હતી. તે વખતે સોસાયટીની સિક્યુરિટી કરતા 55 વર્ષીય આધેડ પંચાલ રામદેવભાઈ મફતલાલ તેને બોલાવી જાતિય સતામણી કરવા લાગ્યા હતા. ત્યારે બાળકી તેમના હાથમાંથી છૂટીને ઘરે જતી રહી હતી પણ બીજા દિવસે શનિવારે ફરીથી તે બાળકીને દર્શન કરવા લઈ જઈ પ્રસાદ આપવાની લાલચ આપી હતી. પણ બાળકી ગભરાઈ જતા દોડતી ઘરે જઈ સમગ્ર ઘટનાની એના માતા પિતાને વાત કરી હતી.
ત્યારે આ મામલે તથા પિતા સહિત સોસાયટીના રહીશો એકત્ર થઈ ગાર્ડને પકડી પૂછપરછ કરતાં તેને આ બાબતની કબુલાત કરી હતી. તપાસ અધિકારી પીઆઇ એમ એ પટેલે જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતા જોઈ ફરિયાદ દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની સામે પોક્સો સહિતની કલમો લગાવાઈ હતી. આરોપીને સોમવારે કોટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા.