•  રાજકોટમાં એક બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છેડતીકાંડ ચર્ચાના ચગડોળે છે ત્યારે બીજી બાજુ જિલ્લાના વિંછીયા તાલુકાની એક સગીરાએ લુખ્ખા તત્વોની પજવણીથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
 • રાજકોટમાં દીકરીઓ અસલામત હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.
 • રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ત્રીઓ પર થતાં અત્યાચાર માં ઘટાડો થાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
 • સ્ત્રીઓને કોઈ પણ જાતની સતામણીનો ભોગ ન બનવું પડે તે માટે અનેક વિવિધ યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે.
 • પરંતુ  રાજકોટ શહેર બાદ જીલ્લામાં પણ હાઈ સ્કૂલમાં જતી વિદ્યાર્થીની છેડતીનો ભોગ બનતા તેને ફિનાઈલ પી પોતાના જીવનનો અંત આણવાની કોશિશ કરી છે.
 • સમગ્ર મામલે વિછીયા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે.
 • પોલીસના જણાવ્યા પ્રમાણે ધો.11માં અભ્યાસ કરતી છાત્રાએ પજવણીથી કંટાળી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.
 • સગીરાને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.
 • વીંછિયામાં આવેલી એમ.બી.અજમેરા હાઈસ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરાને અજય વાલાણી નામનો શખ્સ હેરાન કરતો હતો. જેના કારણે તેણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
 • ત્યારે પોલીસ દ્વારા આરોપી ને ક્યારે પકડી પાડવામાં આવ્યો છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
 • અત્યારે જ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના પીએચડી ગાઇડ હરેશ ઝાલા દ્વારા એક વિદ્યાર્થી ની પાસે શરીર સુખની માગણી કરવામાં આવી હોય તેવી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે.
 • વાઇરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાતીય સતામણી નિવારણ કમિટી દ્વારા આગામી અઠવાડિયે પ્રોફેસર ઝાલાને પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય પણ આપવામાં આવ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024