રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે આજે હાર્દિકને ઉપવાસની મંજૂરી નથી:ADGP
હાર્દિક પટેલ આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે અત્યાર સુધી રાજ્યમાં 16 હજાર પાટીદારોની અટકાયત કરવામાં આવી છે. જેના પ્રત્યુત્તરરૂપે ગુજરાત પોલીસના એડિશનલ ડીજીપી આર. બી. બ્રહ્મભટ્ટે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાં માત્ર 158 પાટીદારોને ડિટેઈને કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે ત્યાર બાદ આવેલા પોલીસ રિપોર્ટ મુજબ, સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યમાંથી કુલ 251 લોકોની અટકાયત કરવામાં આવી છે.
આર બી બ્રહ્મભટ્ટે શું કહ્યું?
એડિશનલ ડીજીપીએ જણાવ્યું હતું કે, ગઈ 25મી ઓગસ્ટે 2015માં જીએમડીસી ગ્રાઉન્ડમાં સંમેલનની મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્યમાં મોટાપાયે તોફાનીઓએ તોફાન મચાવ્યા હતા. જેના કારણે સરકારી મિલકતોને નુકસાન થયું હતું. થોડા દિવસ પહેલા પણ સુરતમાં બસ સળગાવવામાં આવી હતી. જેને પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે આજે હાર્દિકને ઉપવાસની મંજૂરી નથી આપવામાં આવી.
પોલીસ કાર્યવાહી કરશે
બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે , અત્યાર સુધી ગુજરાતભરમાંથી 158 પાટીદારોને ડિટેઈન