તુર્કીમાં 7ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવતા 18નાં મોત, 450 ઘાયલ

પોસ્ટ કેવી લાગી?

Earthquake in Turkey

તુર્કી (Earthquake in Turkey)માં 7ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો. ભૂકંપનું એપી સેન્ટર એજિયન સમુદ્રના પેટાળમાં 16 કિલોમીટર અંદર નોંધાયું હતું. આ ભૂકંપમાં 18 લોકોનાં મોત અને 450 થી વધુ લોકો ઘાયલ થયા હતા. લાખો લોકો આ ભૂકંપથી પ્રભાવિત થયા હતા. તુર્કી ઉપરાંત ગ્રીસમાં પણ ભૂકંપની અસર થઈ હતી. તુર્કી અને ગ્રીકના ટાપુમાં ભૂકંપ ત્રાટક્યો હતો. અમેરિકન જિયોલોજિકલ એજન્સીના કહેવા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર ગ્રીસના નોન કાર્લોવસિયન શહેરની ઉત્તર-પૂર્વમાં 14 કિલોમીટર દૂર હતું.

તુર્કીના ઈઝમિર શહેરમાં 20 જેટલી ઈમારતો ધરાશાયી થઈ હતી. જેથી તુરંત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સરકારે 38 એમ્બ્યુલન્સ, બે એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર્સ અને 35 મેડિકલ રેસ્ક્યૂ ટીમને તૈયાર કરીને બચાવ કામગીરી શરૂ કરાવી હતી. ઈઝમિર શહેરમાં લગભગ 100 જેટલાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવાયા હતા.

Earthquake in Turkey

એજિયન સમુદ્રના પેટાળમાં ભૂકંપ ત્રાટકતા સુનામીની પણ અસર થઈ હતી. ભૂકંપ અને સુનામીથી લગભગ પચાસ લાખ લોકો પ્રભાવિત થયા છે. ઉપરાંત ગ્રીસ સરકારે સામોસ ટાપુમાં રહેતા 50 હજાર લોકોને પણ દરિયાથી સલામત અંતરે રહેવાની તાકીદ કરી હતી.

આ પણ જુઓ : પાકિસ્તાન : 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરતા લોકોમાં રોષ

ભૂકંપનું એપી સેન્ટર ગ્રીસના આ ટાપુથી ઘણું નજીક હોવાથી સુનામી ઉપરાંત ભૂકંપની શક્યતા છે.નિષ્ણાતોના મતે તુર્કી અને ગ્રીસ જમીનની અંદર આવેલી એવી પ્લેટની બરાબર ઉપર આવેલું છે, જ્યાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures