ત્રણ દિવસમાં ચાર આતંકવાદી હુમલા થયા છે. તેમાંથી ડોડામાં બે આતંકવાદી હુમલા થયા હતા જેમાં એક કોન્સ્ટેબલ અને છ જવાનો ઘાયલ થયા હતા. કઠુઆમાં ત્રીજો આતંકવાદી હુમલો, જેમાં એક જવાન શહીદ થયો અને બે આતંકવાદીઓ માર્યા ગયા. ચોથો અને પહેલો હુમલો રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર થયો હતો. જેમાં ડ્રાઈવર સહિત 9 નાગરિકોના મોત થયા હતા.