- ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગે સેન્ટ્રલ બોર્ડની ઍકડેમિક પેટર્નનો અમલ કરીને રાજ્યની તમામ શાળામાં એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો ઠરાવ કર્યો છે.
- વર્ષ 2020-21થી બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાને બદલે ફેબ્રુઆરીમાં યોજાશે.
- સીબીએસઈમાં જે રીતે એપ્રિલથી સ્કૂલો શરૂ થાય છે તે રીતે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં પણ એપ્રિલથી સ્કૂલો શરૂ કરવા માટે સરકારે નિર્ણય કર્યો હોઈ હવે સીબીએસઈની જેમ ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ પણ વહેલી લેવામાં આવશે. આ સાથે આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક અને ધો.9 તથા 11 વાર્ષિક પરીક્ષાઓ માર્ચના અંત સુધીમાં યોજી દેવામા આવશે.આ ઠરાવ અંગે પ્રાથમિક મા.શિક્ષણ સચિવ અને બોર્ડનાં ચેરમેનનાં જણાવ્યા પ્રમાણે, વર્ષ 2021માં બોર્ડની પરીક્ષાઓ વહેલી યોજાશે.
- હાલ માર્ચના પ્રથમ સપ્તાહમાં જે પરીક્ષાઓ શરૂ કરાય છે તેના બદલે આગામી વર્ષે 20મી ફેબ્રુઆરી બાદથી પરીક્ષાઓ શરૂ કરવાનું આયોજન કરાશે. જે માટે બોર્ડનું ઍકડેમિક કેલેન્ડર પણ નવેસરથી તૈયાર કરાશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News