‘Big Boss’ના સેટ બહાર અકસ્માતમાં 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનુ મોત

Big Boss

Big Boss

પ્રખ્યાત રીયાલિટી ટીવી શો બિગ બોસ (Big Boss) ના સેટની બહાર એક મોટો અકસ્માત થયો હોવાના અહેવાલો મળ્યા છે. આ અકસ્માતમાં શોની ટેલેન્ટ મેનેજરનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ શુક્રવારે શોની ટીમે સલમાન ખાનની સાથે વીકએન્ડનુ શૂટિંગ પુરુ કર્યુ હતુ. શૂટિંગ પુરુ થયા બાદ શોની ટેલેન્ટ મેનેજર પિસ્તા ધાકડ પોતાની સ્કૂટી લઈને નીકળી હતી. આ દરમિયાન અંધારુ હતું. રસ્તા પર અંધારુ હોવાથી સ્કૂટી રસ્તા પરના ખાડામાં પડી હતી. સ્કૂટી પર સવાર પિસ્તા ધાકડ અને બીજા એક ક્રુ મેમ્બર રસ્તા પર પડી ગયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી વેનિટી વાનના પૈડા પિસ્તા પર ફરી વળ્યા હતા.

આ પણ જુઓ : રામ મંદિર સર્જન માટે 12 જ કલાકમાં 23 કરોડનુ દાન

અકસ્માતમાં 24 વર્ષીય પિસ્તાનુ સ્થળ પર જ મોત નીપજ્યું હતુ. આ અકસ્માતના પગલે ક્રુ મેમ્બર્સ પણ આઘાતમાં આવી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here