Rajkot News : રાજકોટમાં ગઈકાલે ર૪ વર્ષના યુવાનનું હાર્ટએટેકથી (Heart Attack) મૃત્યુ નિપજયું હતું. સવારે બનેલી આ ઘટના બાદ સાંજે વધુ એક ર૩ વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત થયું હતું.
રાજકોટ શહેરમાં આવેલ કારખાનામાં કામ કરતો યુવક મુકેશ વધાસિયા તેનાં નિત્યક્રમ મુજબ કારખાને જવા નીકળ્યો હતો. જે બાદ કારખાને પહોચ્યા બાદ મુકેશ કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક જ તે ઢળી પડતા આજુબાજુમાં કામ કરી રહેલા લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા. અને મુકેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.
કારખાનામાં મુકેશ સાથે કામ કરી રહેલ તેનાં મિત્રો તેમજ અન્ય લોકો મુકેશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જે બાદ હોસ્પિટલનાં ફરજ પર હાજર રહેલ ર્ડાક્ટર દ્વારા મુકેશને તપાસતા તેનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. જે બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પીએમ બાદ સિવિલનાં તબીબોએ જણાવ્યું હતું કે, યુવકનું મોત હ્રદય રોગનો (Heart Attack) હુમલો આવ્યા બાદ મોત થયાનું ર્ડાક્ટરોએ જાહેર કર્યું હતું.