- એક 32 વર્ષિય યુવક સામે આવ્યો છે.
- આ યુવકે એવો દાવો કર્યો છે કે, તે બોલિવુડની એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનનો દીકરો છે.
- તેનું કહેવું છે કે, તેનો જન્મ 1998માં થયો હતો. તે સમયે એશ્વર્યા રાય 15 વર્ષની હતી.
- સ્પોર્ટબોય માં પ્રકાશિત સમાચાર અનુસાર, આ વ્યક્તિનું નામ સંગિત કુમાર છે.
- તેણે એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે, એશ્વર્યા રાય તેની મા છે, અને તેનો આઈવીએફ દ્વારા લંડનમાં જન્મ થયો હતો.

- સંગીત કુમારે એ પણ દાવો કર્યો છે કે, એશ્વર્યા રાયના પેરેન્ટ્સે 2 વર્ષની ઉંમર સુધી તેની દેખભાળ કરી છે.
- ત્યારબાદ તેના પિતા વેદીવેલુ રેડ્ડી તેને વિશાખાપટ્ટનમ લઈ આવ્યા હતા.
- સંગીત કુમારનું કહેવું છે કે, તેના સંબંધિઓએ તેના જન્મ સંબંધીત તમામ દસ્તાવેજ નષ્ટ કરી દીધા હતા.
- જો તે દસ્તાવેજ હોત તો તે સારી રીતે દાવો કરી શક્યો હોત.
- એશ્વર્યા રાયનો દીકરો હોવાનો દાવો કરી રહેલો સંગીત કુમારનું કહેવું છે કે, તે ટુંક સમયમાં મુંબઈમાં પોતાની મા એશ્વર્યા રાય સાથે શિફ્ટ થવા માંગે છે.
- થોડા દિવસ પહેલા કેરળની રહેવાસી કરમાલા મોડેક્સે પણ તે અનુરાધા પૌડવાલની બાયોલોજી દીકરી ગણાવી હતી,
- તેણે પૂરાવો એ ગણાવ્યો કે, તેના પિતા અને બહુત પ્યાર કરતે હે સનમ સિંગર અને અનુરાધા એક બીજાના સારા એવા મિત્ર છે. કરમાલાનો દાવો છે કે, તેની પાસે અનુરાધા અને તેના પિતાની મિત્રતાના સાક્ષી પણ છે.
- કરમાલાનો દાવો એવો છે કે, તેની ઉંમર 45 વર્ષ છે.
- જ્યારે બોલિવુડ સિંગર હાલમાં 67 વર્ષની છે. તેને આ વાત થોડા સમય પહેલા જ ખબર પડી. તેનું કહેવું છે કે, જ્યારે તેના પિતા અંતિમ દિવસોમાં હતા ત્યારે તેમણે કરમાલાને આ સચ્ચાઈ જણાવી દીધી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News