Building

મહારાષ્ટ્રના રાયગઢમાં મહાડ બિલ્ડીંગ (Building) ધરાશાયી થતા 4 વર્ષનાં બાળકને 19 કલાક પછી કાટમાળમાંથી જીવતો બહાર નીકાળ્યો છે. જો કે, દુઃખદ વાત એ છે કે પુત્રને બચાવવામાં સફળ રહેલી માતાનું મોત નિપજ્યું છે. રેસ્ક્યૂ ટીમને કાટમાળની અંદરથી બાળક મળ્યું ત્યારે તે પોતાની માતાના પેટ પર બેસેલું હતું. માતાએ પોતાના કાળજાના કટકાને છાતી સરસો ચાંપી રાખ્યો હતો. માતાએ પોતાના જીવની પર્વ કર્યા વગર પોતાના પુત્રને બચાવી લીધો હતો. બાળકની બે બહેનોના પણ આ દુર્ઘટનામાં મોત નિપજ્યા છે.

મહારાષ્ટ્રના રાયગઢના મહાડ બિલ્ડીંગ (Building) ધરાશાયી થતા આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયા છે. સોમવારે આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. મંગળવારની સવારે જ્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે કાટમાળની અંદરથી ચાર વર્ષનો બાળક જોવા મળ્યો હતો. જે શ્વાસ લઈ રહ્યો હતો. આ બાળકની ઓળખાણ મોહમ્મદ બાંગી તરીકે થઈ હતી. તેમજ આ દુર્ઘટનામાં તેને એકદમ સામાન્ય ઈજાઓ પહોંચી છે.

આ 4 વર્ષનો બાળક પોતાની માતા અને બે બહેનો સાથે ગાર્ડન બિલ્ડીંગના A વિંગમાં રહેતો હતો. NDRFની ટીમના આલોક કુમારે જણાવ્યું કે, જ્યારે અમને બાળક મળ્યો ત્યારે તે પોતાની માતાના પેટ પર બેઠો હતો. તેની માતાનું પહેલાં જ મોત થયું હતું. એવું લાગી રહ્યું હતું કે, માતાએ પોતાના બાળકને બચાવવા માટે તેને છાતીએ છૂપાવી લીધો હતો. બિલ્ડીંગ ધરાશાયી થતાં સમયે બંને સીડીઓની પાસે ફસાઈ ગયા હતા.

એક સરકારી ઓફિસરે જણાવ્યું કે, આ 4 વર્ષના બાળકની બે બહેનો આઈશા (7 વર્ષ) અને રૂકૈયા (2 વર્ષ)ની લાશો પણ મળી આવી છે. આ ઉપરાંત 4 વર્ષના અન્ય એક બાળક અહમદે ભાગીને પોતાનો જીવ બચાવી લીધો હતો. પરંતુ અહમદની માતા ઈસ્મત (32) અને 12 વર્ષના ભાઈ અને 65 વર્ષના નાની પણ મોતને ભેટ્યા હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024