Patan news

દાઉદી વહોરા સમાજના ધમૅગુરૂ નાં જન્મ દિન પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો એ સ્વૈચ્છાએ રક્તદાન કર્યું.

પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે દાઉદી વ્હોરા સમાજ દ્વારા તેમના સંતવર્ય સૈયદના મહંમદ બુરહાનુદ્દીન તથા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમજ ધીણોજ ના વતની અને સાયકલ ઉપર વિશ્વ પ્રવાસ કરનારા તાહેર મદ્રાસ વાલા નું આગમન ધીણોજ ગામે થતાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા રવિવારનાં રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ, યુવાનોએ સ્વૈચ્છાએ પોતાનું બ્લડ ડોનેટ કરતાં ૪૦ જેટલી બ્લડ બોટલોનું એકત્રીકરણ કરાવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પ માં રોટરી ક્લબ મહેસાણા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવા જનાબ સાજોદ સાહબ, ફકરૂદ્દીનભાઈ તહાભાઈ, ધીણોજ સરપંચ નાનજીભાઈ, યુવા અગ્રણી મહેશભાઈ ચૌધરી, ભરતભાઈ આચાર્ય, રાજેન્દ્ર ભાઈ આચાર્ય સહિત દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી.