Diodardaપ્રતિકાત્મક તસવીર

Diodarda

પાટણ તાલુકાના દિયોદરડા (Diodarda) ગામેથી પોલીસે દારૂના જથ્થા સાથે 6 શખ્સની ધરપકડ કરી. પાટણ સિદ્ધપુર હાઇવે પર ડેર ગામના પાટિયા પાસે રાત્રિના સમયે પોલીસ નાકાબંધી દરમિયાન સ્વીફટ ગાડીને અટકાવતાં ગાડીમાં બેઠેલા બે શખ્શો કાણોદરના કિસનજી રવાજી ઠાકોર અને પાલનપુરના મહંમદ હુસેન અનવરભાઇ સુણસરા શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે પૂછપરછ કરી હતી.

પૂછપરછ દરમિયાન તેમણે વિદેશી દારૂનો જથ્થો દિયોદરડા ગામે રણજીતજી હેદુજી ઠાકોર અને નારણજી અશોક ઠાકોરને વેચાણ માટે આપેલો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તે બંને શખ્સોને સાથે રાખી દિયોદરડા ગામે રેડકરી હતી. રેડ પડતાં નારણજી ઠાકોરના ઘરમાં સંતાડેલો રૂ 47310નો 198 બોટલ પરપ્રાંતીય દારૂના જથ્થા સાથે નારાયણજી ઠાકોર અને રણજીતજી ઠાકોરને પણ પકડી લીધા હતા.

આ પણ જુઓ : યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી તેની બહેનને કર્યા બિભત્સ મેસેજ

આ દારૂનો જથ્થો અમીરગઢ ગામના શીવાભાઈ ઠાકોર અને દિનેશભાઈ ઠાકોરે આપ્યો હતો. આ અંગે બાલીસણા પોલીસ મથકે પી.એસ.આઇ પીએસ ચૌધરીએ છ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. બાદમાં આ ગુનાની તપાસ દરમિયાન અમીરગઢના શીવાભાઈ ઠાકોર અને દિનેશભાઈ ઠાકોરને પણ પકડી લીધા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024