ફરતીકુઈ પાસે આવેલી હોટલ દર્શનના ખાળકૂવાની સફાઇ કરવાં ઉતરેલાં પિતા-પુત્ર સહિત એક પછી એક સાત જૂરોના મોત નીપજ્યાં છે. ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. વડોદરા અને ડભોઇ ફાયર બ્રિગેડે છ કલાકની ભારે જહેમત બાદ દોરડાથી ખેંચીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.
સાતે ઇસમોને વડોદરા ફાયર ટીમ દ્વારા પાંચ કલાકની ભારે જહેમત બાદ સાતે ઇસમનોને બહાર કાઢી ડભોઇ પોલીસ દ્વારા સાતે ઇસમોની ઓડખ કરાવી પી.એમ.માટે તાજવીજ હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ ઝેરી ગેસની અસર થતા એક મજૂર ખાળકૂવામાં ઢળી પડ્યો હતો અને તેને બચાવવા માટે અન્ય છ મજૂર ખાળકૂવામાં ઉતર્યા હતા. પરંતુ તેઓ પણ એક બાદ એક મોતને ભેટ્યા હતા.
રાજ્ય સરકારે મૃતકોના વારસદારોને રૂ. ચાર લાખની આર્થિક સહાય જાહેર કરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાના ડભોઇ નજીક એક ખાનગી હોટલનો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા 7 શ્રમિકો ના થયેલા અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત કરી આ પ્રત્યેક કમનસીબ મૃતક શ્રમજીવીઓના વાસદ્દારને રૂ. 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે
તેમણે આ હોટલ સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના જિલ્લા તંત્રને આપી છે. વિજય ભાઈ રૂપાણી નીતિ આયોગની બેઠક માટે દિલ્હી ની મુલાકાતે ગયા છે ત્યાં તેમને આ દુર્ઘટનાની જાણ થતા જ સંવેદનશીલતા દાખવી તેમણે ત્વરિત વિગતો મેળવી આ આદેશો કર્યા છે.
- એક મજુરને બચાવવા એકપછી એક ખાળકૂવામાં ઉતર્યાને સાતેય મર્યા
- મૃતક સાતમાંથી પિત્રા-પુત્ર સહિત 4 મજૂરો નજીકના ગામના એક જ પરિવારના
- વડોદરા ફાયર બ્રિગેડે 6 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા
- હોટલનો માલિક હસન અબ્બાસ ઘટના બનતા હોટલ બંધ કરી ફરાર
મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે ડભોઇ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી ગયું હતું. છ કલાકની ભારે જહેમત બાદ દોરડાથી ખાળકૂવામાંથી ડૂબી ગયેલા સાતેય મજૂરોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે ડભોઇ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ફરતીકુઈ પાસેની દર્શન હોટલના માલિક હસન અબ્બાસ છે. રાતે હોટલનો ખાળકૂવો સાફ કરવા માટે થુવાવી ગામના વસાવા ફળિયામાં રહેતા પિતા-પુત્ર સહિત ચાર અને હોટલના ત્રણ કર્મચારીઓ ઉતર્યા હતા. ખાળકૂવામાં ઉતરતા સાથેજ તમામને ઝેરી ગેસની અસર થતાં તેઓ ખાળકૂવામાં ડૂબી ગયા હતા અને મોતને ભેટ્યા હતા.
ધારાસભ્ય શૈલેષ મહેતાના જણાવ્યા અનુસાર આ ઘટના અંગેના મુખ્યમંત્રી સહિત સરકારમાં જાણ કરવામાં આવી હતી. આ અંગેના તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ ઘટના કેવી રીતે બની? તેને જવાબદાર કોણ છે? તે અંગેની તપાસ કરવામાં આવશે.
ખાળકૂવાની સફાઇ કરતા સેવકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે તે અંગેના જાણ થતાંની સાથે હોટલ માલિક હસન અબ્બાસ તેમનો બચાવ કરવાનો પ્રયાસ કરવાને બદલે પોતાની હોટલ બંધ કરીને ફરાર થઇ ગયો હોવાના વાયુવેગે વાતો પ્રસરતા ઉમટી આવેલા સ્થાનીક લોકોમાં તેની સામે આક્રોશ ફાટી નિકળ્યો હતો. જો કે, પોલીસે મામલો કાબૂમાં લીધો હતો.
મૃતકોના નામ
1. અશોક બેચરભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
2. હિતેષ અશોકભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
3. મહેશ મણીલાલ હરીજન (રહે. વસાવા ફળિયું, થુવાવી)
4. મહેશ રમણલાલ પાટણવાડીયા (રહે. દત્તનગર, થુવાવી)
5. અજય વસાવા (મૂળ રહે. કાદવાલી, ભરૂચ, હાલ હોટલ)
6. શહદેવ રમણભાઇ વસાવા (રહે. વેલાવી, તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ
7. વિજય અરવિંદભાઇ ચૌધરી (રહે. વેલાવી તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)
મજૂરોને સેફ્ટીના સાધનો વગર જ ખાળકૂવામાં ઉતાર્યા હતા
ખાળકૂવો સાફ કરવા માટે જેટીંગ મશીનો ભાડે મળે છે. પરંતુ હોટલ માલિક દ્વારા જેટીંગ મશીન ભાડે લાવીને ખાળકૂવાની સફાઇ કરાવવાના બદલે મજૂરો દ્વારા ખાળકૂવાની સફાઇ કરાવતા હતા. જોકે, આ બાબતમાં મજૂરો પણ થોડી કમાણી થાય તે માટે સેફ્ટીના સાધનો વગર ખાળકૂવા, ડ્રેનેજ સાફ કરવાનું જોખમ લેતા હોય છે. અને ખાળકૂવા, ડ્રેનેજ સાફ કરાવનાર જેટીંગ મશીનરીના વધુ નાણાં ચૂકવવા પડે તે માટે મજૂરોને ઓછા નાણાં ચૂકવીને પોતાનું કામ કરાવી લેતા હોય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.