flood : બિહારમાં 77 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત, સેંકડો ગામડાં તારાજ

પોસ્ટ કેવી લાગી?

flood

ચોમાસામાં હાલ અમુક રાજ્યોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પૂર (flood)થી લોકો ઘર વગરના થઇ ગયા છે. દેશના પાટનગર નવી દિલ્હી સહિત ઉત્તર ભારતનાં પાંચ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે.ફક્ત બિહારમાં 77 લાખ લોકો પૂર (flood)થી અસરગ્રસ્ત થયા હતા અને સેંકડો ગામડાં તારાજ થયાં હતાં.

ઉપરાંત રાષ્ટ્રીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે સમગ્ર દેશમાં અને ખાસ દિલ્હી સહિત ઉત્તર ભારતનાં પાંચ રાજ્યોમાં હજુ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હતી. સાઉથ વેસ્ટ પવનના કારણે  દેશના મોટા ભાગના વિસ્તારોમાં આગામી બે ત્રણ દિવસ મૂસળધાર વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ જુઓ : PMO એ 15મી ઑગસ્ટ પર દેશવાસીઓ પાસે માંગ્યું આ વચન

ભારે વરસાદના કારણે બિહારમાં 16 જિલ્લાઓમાં ભારે પૂર આવ્યાં હતાં. ફક્ત બિહારમાં બાવીસ નદીઓમાં પૂર આવ્યાં હતાં. જેનાથી કુલ 77 લાખથી વધુ લોકોને પૂરની અસરગ્રસ્ત થયા હતા. સેંકડો ગામો પૂરમાં ફસાયાં હતાં. બાગમતી નદી સીતામઢી, મુઝફ્ફરપુર અને દરભંગામાં, બૂડી ગંડક સમસ્તિપુર અને ખગડિયામાં અને ઘાઘરા નદી સિવાનમાં ભયસૂચક રેખાથી ઉપર વહી રહી હતી.

આ પણ જુઓ : Taxpayers માટે પીએમ મોદીએ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, જાણો વિશેષતા

રાષ્ટ્રીય હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને રાજસ્થાનના પૂર્વ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. મધ્ય પ્રદેશમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અને રાજ્યોના નેશનલ ડિઝાસ્ટર રિલિફ વિભાગને સાબદા કરાયા હતા. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures