PM Modi – કોરોના સામે લડાઈમાં 5 એપ્રિલની રાત્રે 9 વાગે 9 મિનિટ ઘરની લાઈટ બંધ કરી મીણબત્તી, દિવો પ્રગટાવો, ટોર્ચ કે મોબાઈલના ફ્લેશથી પ્રકાશ કરવો.

પોસ્ટ કેવી લાગી?
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીની સ્થિતિ વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો એક વિડિયો સંદેશ આપ્યો હતો.
  • કોરોના વિરુદ્ધ અત્યાર સુધી 9 દિવસના લોકડાઉનમાં લોકોએ અનુશાસનનો પરિચય કરાવ્યો છે.  આ રવિવારે 5 એપ્રિલ રાત્રે 9 વાગે સૌએ 9 મિનિટના ઘરની લાઈટ બંધ કરી મીણબતી, ટોર્ચ અથવા મોબાઈલ ફ્લેશ લાઈટથી પ્રકાશ કરશો. 16 દિવસમાં પ્રધાનમંત્રીનું દેશવાસીઓને આ ત્રીજુ સંબોધન હતું.
  • 5 એપ્રિલ માટે પ્રધાનમંત્રીની અપીલ
  •  દિવો, મીણબત્તી પ્રગટાવશો અથવા મોબાઈલની ફ્લેશથી પ્રકાશ કરશો. થોડી પળ એકલા બેસી મા ભારતીનું સ્મરણ કરો.
  • ઘરની બહાર ન જશો. સોશ્યલ ડિસ્ટેન્સિંગની લક્ષ્મણ રેખા ન તોડો. કોરોનાની ચેઈન તોડવા આ જ રામબાણ ઈલાજ છે.
  • કોરોના સંકટને હરાવવા માટે પ્રકાશના તેજને ચોતરફ ફેલાવવાનું છે. કોઈ જ એકલુ નથી. વિશ્વમાં એવું કંઈ જ નથી કે જે આપણે શક્તિથી હાંસલ ન કરી શકીએ.
  • દેશભરમાં આશરે 2,500 સંક્રમિતો છે.
  • કોરોનાને લઈ મોદી સતત તમામ રાજ્યોના સંપર્કમાં છે.
  • ગુરુવારે તેમણે મુખ્યમંત્રીઓ સાથે બીજી વખત વિડિયો કોન્ફરન્સિંગ કરી હતી.
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના સામે જાગૃત્તિ અભિયાનમાં ધર્મગુરુઓની મદદ લેવામાં આવવી જોઈએ.
  • મોદી આ મહામારીના જોખમ વચ્ચે 3 વખત રાષ્ટ્રને સંબોધિત કરી ચુક્યા છે. 19 માર્ચના રોજ પ્રથમ વખત દેશને સંબોધિત કરતા 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ લગાવવા તથા કોરોના ફાઈટર્સના સન્માનમાં તાળી-થાળી વગાડવા કહ્યું હતું.
  • 24 માર્ચના રોજ બીજી વખત દેશમાં 21 દિવસના લોકડાઉનની વાત કરી હતી.
  • આ લોકડાઉન 14 એપ્રિલના રોજ પૂરું થશે. કોરોના વાઈરસના સંક્રમણની અસરને લીધે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 60થી વધારે છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures