Bollywood
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર બાદ હવે Bollywood એક્ટ્રેસ મલાઇકા અરોરાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી અનુસાર, મલાઇકા અરોરાની બહેન અમૃતા અરોરાએ મલાઇકાનાં પોઝિટિવ રિપોર્ટની વાત કરી છે.
રવિવારે જ થોડા કલાકો પહેલાં Bollywood એક્ટર અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર કોરોના પોઝિટિવ હોવાની વાત પોસ્ટ શેર કરી હતી. અર્જુન કપૂરે વધુમાં જણાવ્યું હતું કે, તે ડોક્ટરની સલાહથી હોમ કૉરન્ટિન છે. જે બાદ મલાઇકાના કોરોના અંગે તેની બહેને વાત કરી છે.
અર્જુન અને મલાઇકા બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આ પહેલાં મલાઇકાનાં શોનાં સેટ પરથી 7-8 લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. હવે તેનાં ખાસ ફ્રેન્ડ અર્જુન કપૂરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અર્જુન કપૂરે (Arjun Kapoor) ઇન્સ્ટાગ્રામમાં જણાવ્યું કે, હું કોરોના પોઝિટિવ થઈ ગયો છું. આપ સૌને આ જાણકારી આપવી મારું કર્તવ્ય સમજું છું. હું ઠીક મહેસૂસ કરી રહ્યો છું, તથા મારામાં મામૂલી લક્ષણ જોવા મળ્યા છે. ઉપરાંત ડૉક્ટરની સલાહથી મેં મારી જાતને હૉમ ક્વૉરન્ટિન કરી લીધી છે. મને સપોર્ટ કરવા માટે હું આપ સૌનો એડવાન્સમાં આભાર વ્યક્ત કરું છું. હું મારા સ્વાસ્થ્યને લઈ આપ સૌને ભવિષ્યમાં જાણ કરતો રહીશ. આ અભૂતપૂર્વ સમય છે. મને વિશ્વાસ છે કે માનવતા આ વાયરસ સામે જીતી જશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.