- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 % નો વધારો કરવાની જાહેરાત કરી છે.
- હાલમાં મોંઘવારી ભથ્થુ 17 % છે હવે વધીને 21 % થશે.
- કેબિનેટ બેઠકમાં ઘણા મહત્ત્વૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના ભથ્થામાં 4 % નો વધારા જેવા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
- સરકારના નિર્ણયથી 48 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.
- કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં ઉત્પન્ન થતા નાળિયેરના ટેકાના ભાવમાં પણ વધારોે કરવામાં આવ્યો છે.
- સરકારના આ નિર્ણયથી ઘણા -બધા ખેડૂતોને લાભ મળશે.
- વધુમાં જણાવ્યું હતું કે , કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનો દર ફુગાવાના દરને આધારે નક્કી કરવામાં આવશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News