Kangana Ranaut
કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે સુરતના સદીના વેપારીએ કંગના (Kangana Ranaut) ને અનોખી રીતે સપોર્ટ આપ્યો છે. સુરતના યુનિવર્સલ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા આલિયા ફેબ્રિક્સના ઉદ્યોગપતિ છોટુભાઇ અને રજત ડાવરે કંગનાની પ્રિન્ટેડ ફેન્સી શુદ્ધ ક્રેપ સાડી લોન્ચ કરી છે. જેમાં સાડીના પાલવ પર કંગનાની મણિકર્ણિકાની તસવીર સાથે સાડી પર “I Support Kangana Ranaut” પ્રિન્ટ કરવામાં આવ્યું છે.
આ પણ જુઓ : Satellite launching : ચીનનું Gaofen-02C સેટેલાઈટ લૉન્ચિંગ થયું ફેલ
આલિયા ફેશનના છોટુભાઇ અને રજત ડાવરે કહ્યું કે, જે રીતે એક મહિલા સામે મહારાષ્ટ્ર સરકાર લડી રહી છે. તેમની ગેરહાજરીમાં તેમની સંપત્તિમાં તોડફોડ કરવામાં આવી હતી, તેને મુંબઈમાં પગ નહિ મૂકવાની ધમકી આપવામાં આવી હતી તે ખોટું છે. અન્યાયકારક છે, પરંતુ કંગના જે હિંમતથી કંગના પ્રશાસન સામે લડી રહી છે તેનાથી અમને પ્રેરણા મળી છે.
આ પણ જુઓ : ઓક્સફર્ડની કોરોના વેક્સીન ટ્રાયલને ફરીથી બ્રિટને મંજૂરી આપી
ઉપરાંત તેમણે કહ્યું જ્યારે અમે વિચાર્યું કે કંગના માટે કેવી રીતે અમારું સમર્થન વ્યક્ત કરવું જોઈએ. અમારી આ લાગણી લોકોને કેવી રીતે પહોંચાડવી, ત્યારે અમને તેની પ્રિન્ટ કરેલી સાડી બનાવવાનો વિચાર આવ્યો.
આલિયા ફેબ્રિક્સ પ્રીમિયમ ફેન્સી કાપડ માટે પ્રખ્યાત છે અને તે ખાસ કરીને બોલિવૂડ ડિઝાઇનર્સમાં લોકપ્રિય છે. તાજેતરમાં, જ્યારે દેશભરમાં ‘બહિષ્કાર ચાઇના’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તેઓએ પણ તેમાં ભાગ લીધો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.