Abol animals taken to slaughterhouse rescued

પ્રાપ્ત વિગતો અનુસાર પાડોશી રાજ્ય એવા રાજ્યસ્થાન ના વારા ખારા થી ડીસા ખાતે આવેલ ગવાડી કતલખાને લઈ જવાતા એક પિકઅપ ડાલા નંબર GJ.01.DY.7008 ડાલું પાડા ભરી ને આવે છે એવી ખાનગી રાહે બાતમી મળતાં ગૌ રક્ષકો દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી ને વોર્ચ ગોઠવી દેવામાં આવી હતી…

ગૌ રક્ષકો મનીષ ભાટ અને હિમાલય માલોસનિયા તેમજ અન્ય ગૌ સેવા માટે સતત પ્રયત્નશીલ રહીને પશુઓ નો જીવ બચાવવા માટે રાત્રી દરમિયાન તેમજ દીવસ માં આવા ખાનગી વાહન ચાલકો દ્વારા ગૌ ધણ અને પાડા ભરી ને ડિસા ખાતે આવેલ ગવાડી વિસ્તારમાં કતલખાને લઈ ને કસાઈઓ દ્વારા કરવામાં આવે છે

કતલ કરી ને અન્ય જગ્યાએ વેચી દેવામાં આવે છે ત્યારે હિન્દુ ધર્મમાં આવા પશુઓ ને બચાવી લેવા માટે દાંતીવાડા તેમજ પાંથાવાડા ના ગૌ રક્ષકો એ ડિસા કંસારી ટોલ નાકા પર થી પસાર થતા એક પિકઅપ ડાલા ને રોકાવતા અગિયાર પાડા ભરેલ હતા…

ત્યારે ડિસા રૂરલ પોલીસ નો સંપર્ક કર્યો હતો અને 11 પાડા નો જીવ બચાવી ને ગૌશાળા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા અને ચાલક અને જીપ ડાલું ડિસા પોલિસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી