સુરત : કામરેજના મહિલા તલાટી કમમંત્રીના વાઉચરને ACBએ 71 હજારની લાંચ લેતા ઝડપ્યો.

  • સુરતમાં ACBએ કામરેજના મહિલા તલાટી કમ મંત્રીના વાઉચરને 71 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે.
  • ત્યારે આજે સવારે કરાયેલા આ ઓપરેશનમાં ACB બન્ને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સીમાડી ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ તથા આંગણવાડી રીનોવેશનનો કોન્ટ્રાક્ટ પૂર્ણ કર્યા બાદ બાકી નીકળતી 1.60 લાખની રકમ મજૂર કરાવવા 71 હજારની લાંચ માગવામાં આવી હતી.
  • એન.પી.ગોહિલે જણાવ્યું હતું કે, કામરેજ સીમાડી ગ્રામ પંચાયતની કચેરી અને આંગણવાડીનું રીનોવેશન કામગીરી કરાઈ હતી. જેતે સમયે એટલે કે ઓગષ્ટ-2019માં રૂપિયા 10.60 લાખના પૈકી કોન્ટ્રાક્ટરને રૂ. 9 લાખ ગ્રામ પંચાયતમાંથી ચૂકવી દેવાયા હતા અને 1.60 લાખ બાકી રખાયા હતા. જેને લઈ કોન્ટ્રાક્ટર વારંવાર બાકી નીકળતી રકમને લઈ કચેરીના ધક્કા ખાતા હતા. જોકે, આ રકમ મંજુર કરાવવા કચેરીના તલાટી કમ મંત્રીએ 71 હજાર માગ્યા હતા. જેથી કોન્ટ્રાક્ટરે નવસારી ACBમાં ફરિયાદ નોંધાઈ હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here