Bribe
વડોદરામાં ACB એ એક PSIને લાંચ લેતા રંગેહાથ પકડ્યા છે. વડોદરા શહેરના વાડી પોલીસ મથકના PSI રાહુલ પરમાર લાંચ (Bribe) લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. જો કે, તેમને રંગેહાથ પકડવા માટે એસીબી એ પોલીસ ચોકીમાં ટ્રેપ ગોઠવી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી મુજબ, વાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI રાહુલ પરમારે એક અરજીના નિકાલ માટે લાંચ (Bribe) માંગી હતી. તો પીએસઆઈની આવી માંગણી કરતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. આ માટે એસીબીએ પોલીસ ચોકીમાં છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપમાં તેઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.
- આજથી હેલ્મેટ પહેર્યા વગર જશો તો ભરવો પડશે મસમોટો દંડ,જાણો વિગત
- આ તારીખથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે School ખુલશે
જમીન વિવાદની અરજીમાં સમાધાન કરાવી અરજીનો નિકાલ કરવા માટે પીએસઆઈ તરફથી રૂપિયા 50 હજારની લાંચ (Bribe) ની માંગણી કરવામાં આવી હતી. તેમજ લાંચ લેતા ઝડપાયા બાદ એસીબીએ પીએસઆઈ ફરજ બજાવે છે તે પોલીસ સ્ટેશન અને તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
નોંધનીય છે કે પોલીસ વિભાગને લાંછન લાગે તેવા બનાવો સમયાંતરે સામે આવતા રહે છે. બે દિવસ અગાઉ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના PI લક્ષ્મણસિંહ બોડાણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાટીદાર અગ્રણીના આપઘાત કેસમાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો આ ઉપરાંત બે દિવસ પહેલા લીંબડી પોલીસ મથકના પીએસઆઈ સામે પણ ત્રણ યુવકોને જાતિવિષયક શબ્દો કહીને માર મારવાનો ગૂનો દાખલ નોંધવામાં આવ્યો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.