- દિલ્હી : દેવામાં ડૂબેલી સરકારી એરલાઇન એર ઇન્ડિયાને અદાણી ગ્રૂપ ખરીદી શકે છે. એર ઇન્ડિયા ખરીદવા બોલી લગાવી શકે છે.
- અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીનું અદાણી ગ્રૂપ એર ઇન્ડિયા માટે બોલી લગાવી શકે છે. જો આ સોદો સફળ થઇ જાય તો એરલાઇન માર્કેટમાં અદાણી ગ્રૂપની ધમાકેદાર એન્ટ્રી થશે.
- અદાણી ગ્રૂપે તેના સલાહકારોને સક્રિય કરી દીધા છે અને હાલના તબક્કે તેઓ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) રજૂ કરવાનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
- અદાણી ગ્રૂપની કંપની અદાણી એરપોર્ટ્સને ગત વર્ષે અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ જેવા એરપોર્ટના સંચાલન, નિભાવ અને વિકાસના 50 વર્ષ માટે રાઇટ્સ મળ્યા હતા.
- અદાણી ગ્રૂપ એરપોર્ટ પોતાના બિઝનેસ પાછળ 10 વર્ષ સુધીમાં 10 હજાર કરોડ.નું રોકાણ કરવા કટિબદ્ધ (સક્ષમ )છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News