Advanced smart and e-library launched in Government District Library of Patan

મોહમ્મદ પઠાણ, Patan : ગુજરાત સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત સરકારી જિલ્લા પુસ્તકાલય, પાટણ ખાતે અધતન બનેલ સ્માર્ટ અને ઈ-લાયબ્રેરીનું આજ રોજ પાટણ કલેકટરશ્રીના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે સવારે ૧૦=૦૦ કલાકે અરવિંદ વિજયન કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ,પાટણ અને ડૉ. પંકજ કે. ગૌસ્વામી (ગ્રંથાલય નિયામક, ગુ.રા.ગાંધીનગર)નુ કુમકુમ તિલક અને બુકેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અન્ય આમંત્રિત મહેમાનોનું પણ કુમકુમ તિલક અને બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેકટર ના વરદહસ્તે રિબીન કાપી અધતન બનેલ સ્માર્ટ અને ઈ-લાયબ્રેરી પ્રજાજનો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.ત્યારબાદ ‘‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ” અંતર્ગત આઝાદી પર્વને સંબંધિત સાહિત્યના ૧૦૦૦થી વધું પુસ્તકોનું કલેકટર તથા ગ્રંથાલય નિયામક ના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરી વિશાળ પુસ્તક પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

ગુજરાતના વાંચન સાહિત્ય પ્રેમી યુવાનો અને વિદ્યાર્થીઓને સમયાનુકૂળ વાંચન સંદર્ભ સાહિત્ય સાથે ગ્રંથાલયમાં અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી ગત નાણાકીય વર્ષે રાજ્યના ત્રણ જિલ્લા ગ્રંથાલયને સ્માર્ટ લાઈબ્રેરી તરીકે વિકસાવવાનો નિર્ણય કરાયો હતો. જેમાં અમદાવાદ,સુરત અને પાટણ ખાતેના સરકારી જિલ્લા પુસ્તકાલયને સ્માર્ટ લાઈબ્રેરી તરીકેનો અદ્યતન ઓપ અપાઈ રહ્યો છે. અધતન સુવિધાઓથી ઉપલબ્ધ સ્માર્ટ લાઇબ્રેરીમાં અધતન વિદ્યાર્થી વાંચન ખંડ, ઈ-લાઇબ્રેરી, સીસીટીવી કેમેરા, ફ્રી નેટ સર્ફીગ સુવિધા,ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ, સિનિયર સિટીઝનો માટે અધતન બેઠક વ્યવસ્થા જેવી અદ્યતન સુવિધાઓથી લાઇબ્રેરીને સજ્જ કરી સ્માર્ટ લાઈબ્રેરીનો ઓપ આપવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં વિશેષ મહાનુંભાવોમાં ડો. પંકજ ગોસ્વામી (ગ્રંથાલય નિયામક, ગુ.રા.ગાંધીનગર)ડૉ. અમિતાબેન દવે (મદદનીશ ગ્રંથાલય નિયામક, મહેસાણા), ડો. જયરામભાઈ દેસાઈ (ગ્રંથપાલ, જિલ્લા પુસ્તકાલય, ગાંધીનગર ) ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. જિલ્લા પુસ્તકાલય પાટણના મદદનીશ ગ્રંથપાલ જે. કે. જાળિયાએ તમામ મહેમાનોનો કાર્યક્રમમાં હાજરી આપવા બદલ આભાર માન્યો હતો. વિદ્યાર્થીઓ અને પાટણ શહેરની જનતાએ બહોળા પ્રમાણમાં આવી પુસ્તક પ્રદર્શન નિહાળ્યુ હતું. ગ્રંથાલયના તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઊઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024