Ahmadabad

  • રાજ્યભરમાં હવે ધીમેધીમે કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે.
  • અમદાવાદ (Ahmadabad) માં સાબરમતી જેલના અધિકારીઓ અને કેદીઓ કોરોનાનો શિકાર બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
  • મળતી માહિતી પ્રમાણે સાબરમતી જેલ પ્રશાસનમાં 16 કર્મચારી અને 54 કેદીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે.
  • જેમાં સિરિયલ બ્લાસ્ટના 1 આરોપી સહિત 54 કેદીઓ કોરોના સંક્રમિત બન્યા છે.
  • એટલું જ નહીં, જેલ DySP ડી.વી.રાણા પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.
  • કોરોના કહેરના 99માં દિવસે ગુજરાતમાં 26 જિલ્લાઓમાંથી વધુ 577 કેસ મળતા કૂલ કેસો ત્રીસ હજારે પહોંચી રહ્યા છે.
  • વધુ 18 દર્દીએ દમ તોડતા અત્યાર સુધીમાં કૂલ મૃત્યુઆંક વધીને 1754 થયો છે.
  • વિતેલા 24 કલાકમાં જામનગરમાં 14, ભરૂચમાં 9 કેસ વધતા આ બંને જિલ્લાઓમાં પણ ચેપગ્રસ્તોની સંખ્યા 200 નજીક થઈ રહી છે
  • તો બીજી તરફ ગાંધીનગરમાં વધુ 15 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુરુવારે સાંજે અમદાવાદ (Ahmadabad) ને અડીને આવેલા આ જિલ્લામાં કૂલ કેસોની સંખ્યા 600ને પાર થઈ છે.
  • ગુજરાતમાં કૂલ 29,578 માંથી અમદાવાદમાં 19,839 કેસ મળ્યા છે.
  • દસેક દિવસથી સુરતમાં ચેપગ્રસ્તોની સંખ્યા વધી રહી છે
  • તો બીજી તરફ અમદાવાદ (Ahmadabad) માં પોઝિટિવ રિપોર્ટનું પ્રમાણ ઘટી રહ્યુ છે.
  • ગુરુવારે પણ કૂલ 577 પોઝિટીવ કેસોમાંથી અમદાવાદ, સુરત અને વડોદરા એમ ત્રણ જિલ્લામાંથી જ 436 જેટલા કેસ મળ્યા હતા.
  • ગુજરાતમાં અત્યાર સુધીમાં કૂલ 1754 મુત્યુમાંથી અમદાવાદ (Ahmadabad) માં જ 1390 નાગરિકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.
  • જ્યારે વધુ ત્રણ દર્દીઓએ દમ તોડતા સુરતમાં કૂલ મૃત્યુઆંક વધીને 142એ પહોંચ્યો છે.
  • લોકડાઉન પછી 25માં દિવસે ગુજરાતમા એક્ટિવ કેસની સંખ્યા વધીને 6318એ પહોંચી હતી.
  • છેલ્લી સ્થિતિ મુજબ તેમાંથી 66 દર્દીઓની સ્થિતિ નાજૂક જણાતા તેમને વેન્ટિલેટરને સહારે રાખવામાં આવ્યા છે.
  • 24 કલાકમાં વધુ 410ને ડિસ્ચાર્જ અપાતા કુલ 21,506ને રજા અપાઈ છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024