Ahmedabad
અમદાવાદ (Ahmedabad) પોલીસના સરખેજ પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના બની છે. કોન્સ્ટેબલ તેમના પત્ની સાથે શાક લેવા નિકળ્યા હતા. તે દરમિયાન બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
ગાંધીનગર માં રહેતા નિરવભાઈ બારડ માણસા ખાતે એલ.આઈ.સીમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. રવિવારના દિવસે તેઓને તેમના મામા નો રાત્રે ફોન આવતા જાણવા મળ્યું કે યોગેશભાઈ નો અમદાવાદમાં અકસ્માત થવાથી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા ત્યારે યોગેશભાઈ મૃત હાલતમાં સ્ટ્રેચર પર હતા.
આ પણ જુઓ : સુરતના એક જ વિસ્તારમાં બે વ્યક્તિએ આપઘાત કરતા ચકચાર
તેઓને મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.