ઓઢવમાં ગુરૂવારે સાંજે સાડા પાંચ વાગ્યે ફાયર બ્રિગેડની બિલ્ડિંગ (Ahmedabad Fire news) સામે જ મુખ્ય રોડ પરથી પસાર થતી મારૂતીની ઓમ્ની કારમાં (omni car) એકાએક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ઓઢવ રોડની વચ્ચોવચ કાર (Fire in Car) સળગવા લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. વિસ્ફોટ થશે તેવા ભયના માર્યા લોકો કારથી દુર સલામત અંતરે ખસી ગયા હતા.
ઓઢવ ફાયર સ્ટેશનની સામે , ખારીકટ કેનાલની બાજુમાં જ ઓઢવથી સોનીની ચાલી તરફ જતા મુખ્ય રોડ પરથી પસાર થતી ચાલુ કારમાં એકાએક આગ ફાટી નીકળતા રોડ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
જોકે બાજુમાં જ ફાયર બ્રિગેડની બિલ્ડિંગ હોવાથી વધુ નુકશાન થાય અને જાહેર રોડ પર આગના કારણે બીજી કોઇ મોટી સમસ્યા સર્જાય તે પહેલા જ લોકોની સુઝબુઝથી અને ફાયરબ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આગના કારણે રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.
સમયસુચકતા વાપરીને કારમાં સવાર તમામ મુસાફરોને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. કાર સીએનજી હોવાથી કારમાં વિસ્ફોટ થઇ જશે , આગ મોટું રૂપ ધારણ કરી લેશે તેવા આશંકાઓ વચ્ચે હાજર લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા. આગના આ બનાવમાં કોઇને ઇજા કે જાનહાની થવા પામી નથી. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ પ્રાથમિક અનુમાન મુજબ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું જણાઇ આવે છે.
- રાધનપુર સાતલપુર અને સમી પંથકની પાણીની સમસ્યા એક સપ્તાહમાં નહીં ઉકેલાય તો આંદોલન છેડાશે : રધુ દેસાઈ
- પાટણના માધવ નગર ખાતે શ્રી સધી મેલડી માતાના મંદિરે ભક્તિ સભર માહોલમાં ભંડારો યોજાયો
- રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજની ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન સાથેની બેઠક યોજાઇ.
- હારીજ તાલુકાના બોરતવાડા ગામે 31 મુ સહકાર સંમેલન યોજાયું.
- દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા યોજાઇ રાત્રીસભા