અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અંતિમસંસ્કાર બાદ જાણ કરાઇ કે દર્દીની તબિયત સારી છે.

પોસ્ટ કેવી લાગી?
  • નિકોલ વિસ્તારમાં રહેતા એક દર્દી દેવરામભાઇ ભીસીકરને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા 28મી તારીખે સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયા હતા.
  • ત્યારબાદ બીજા દિવસે બપોરે તેમના મૃત્યુંના સમાચાર આવે છે અને તે જ દિવસે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે.
  • બીજા દિવસે સવારે ફરીથી ફોન આવે છે કે, દર્દીની તબિયત સારી થઇ હોવાથી તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
  • આ સાંભળી પરિવાર પણ અસમંજસમાં આવી ગયું કે તેમનું સ્વજન તો મૃત્યુ પામ્યા હતા.
  • પરિવારે પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, અમે હજી અસમંજસમાં છીએ કે, અમારા ઘરનાં મોભી જીવે છે તો પછી અંતિમસંસ્કાર કર્યા તે કોણ હતુ.
  • પરિવારનાં મોટા જમાઇ દ્વારા જાણવા મળ્યું કે, 28મી તારીખે અમારા સ્વજનને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ બીજા દિવસે બપોરે 2.55 કલાકે તેમનું મૃત્યું થયાનાં સમાચાર આવે છે.
  • અંતિમ સંસ્કાર બાદ બીજા દિવસે સવારે હૉસ્પિટલમાંથી ફરીથી ફોન આવે છે કે, તમારા સ્વજનની તબિયત સારી હોવાથી તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે.
  • આ સાંભળી તેઓ હૉસ્પિટલમાં જઇ પૂછપરછ કરતા જવાબ મળે છે કે, તમે ગઇકાલે તો તેમના અંતિમસંસ્કાર કર્યા છે.
  • ત્યારબાદ જણાવતા કે સવારે ફોન આવ્યો હતો ત્યારે સવારે ફોન ભૂલથી આવ્યો હશે એમ કહેવામાં આવે છે.
  • ત્યારબાદ ઘરે પહોંચતા થોડા જ સમયમાં ફરીથી ફોન આવે છે કે, તમારા સ્વજનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમની તબિયત હવે સારી છે.
  • આ રીતે અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures