- શાળા અને કૉલેજોની લોકપ્રિયતાના કિસ્સા તો સૌએ સાંભળ્યા હશે પરંતુ ગુજરાતી મીડિયમની કોઈ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ આખી રાત શાળાની બહાર ફોર્મ મેળવવા પડ્યા રહે તેવું અમુક સમયે જ બનતું હોય છે.
- આ દૃશ્યો અમદાવાદના નિકોલમાં આવેલી ચાણક્ય પ્રાથમિક શાળાની બહાર જોવા મળ્યા હતા.
- શાળામાં ગુરૂવારે સવારે એડમિશનના ફોર્મ વિતરણ થવાના હતા તે મેળવવા માટે વાલીઓ શાળાની બહાર લાઇનમાં ગોઠવાઈ ગયા હતા.

- શાળા દ્વારા ખૂબ ઓછી માત્રામાં પ્રવેશ ફોર્મ વિતરણ કરવાના હોવાથી વાલીઓ ગાદલા-ગોદડા લઈ અને શાળાની બહાર પહોંચી ગયા હતા.
- જૂનિયર કેજીના ફોર્મ માટે આટલી મોટી લાઇન જોઈને સૌ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

- શાળાની ફીમ ખૂબ જ ઓછી છે તેથી મધ્યમ વર્ગના વાલીઓ ફોર્મ મેળવવા આખી રાત લાઇનમાં ઉંભી રહેશે. શાળાના ફોર્મ વિશે ની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે.

- શાળા દ્વારા માત્ર 100 ફોર્મ જ વિતરણ કરવાના હોવાથી વાલીઓએ આ લાઇન લગાવી હોવાની ચર્ચા છે.
- જ્યારે શિક્ષણ મોંઘું બન્યું છે ત્યારે સંતાનોને પોતાની કેપિસિટીમાં અભ્યાસ કરાવવા માટે વાલીઓએ આસમાન જમીન એક કરી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે.

- વાસી ઉત્તરાયણનો તહેવાર હતો તેમ છતાં વાલીઓ શાળાના પરિસર બહાર સાંજથી ગોઠવવા લાગ્યા હતા.

- વાલીઓ ગરમ કપડા અને ગાદલા લઈને આવી અને ફૂટપાથ પર ગોઠવાઈ ગયા હતા. આશરે 500 જેટલા વાલીઓએ તો રાત્રે જ આવી અને લાઇન લગાવી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News