MP
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક યુવક ગોમતીપુરમાં આવેલી વિક્રમ મિલ પાસેથી હથિયાર લઈને પસાર થવાનો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે ત્યાં વોચ ગોઠવી હતી. ત્યારે ત્યાંથી એક શંકાસ્પદ યુવક નીકળતા જ તેની અટકાયત કરી તપાસ કરી હતી.
અમદાવાદ શહેરના ગોમતીપુર, ઓઢવ, બાપુનગર જેવા અનેક વિસ્તારોમાંથી અવાર નવાર અનેક લોકો હથિયાર સાથે પકડાતા હોય છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ એક શખ્સની ગોમતીપુરમાંથી હથિયારો સાથે ધરપકડ કરી છે. સોહિલ ઉર્ફે બાપુડી નામનો આ વ્યક્તિ મધ્યપ્રદેશ (MP) થી આ હથિયારો લાવ્યો હતો. તથા ગોમતીપુરમાં વેચવા નીકળ્યો ત્યારે જ ઝડપાઇ ગયો હતો.
- Sonu Sood એ ખેડૂત માટે ભેંસ ખરીદીને ટ્વિટ કરતા કહ્યું કે…
- ટૂંકું ને ટચ : પાટણના 7 અને સિદ્ધપુરના 4 જુગારીઓની થઈ ઘરપકડ
સોહેલ ઉર્ફે બાપુડી કાદરી નામના જૂનાગઢના આ યુવકની અટકાયત કરી હતી. પોલીસે તપાસ કરી તો તેની પાસેથી બે પીસ્ટલ, ચાર કાર્તિઝ, એક મેગઝીન મળી આવ્યા હતા.
આ મામલે તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા જ તે ભાંગી પડ્યો હતો. તેમજ કબૂલાત કરી કે આ હથિયાર તે મધ્યપ્રદેશ (MP) ના છોટુ સરદાર નામના વ્યક્તિ પાસેથી ચારેક માસ પહેલા લાવ્યો હતો. આજે તે ગોમતીપુરમાં વેચવા જવાનો હતો ત્યાં તે પહેલા જ પકડાઈ ગયો હતો. જોકે આ હથિયાર કોણ ખરીદવાનું હતું તે દિશામાં પણ પોલીસે હવે તપાસ હાથ ધરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.