Ahmedabad Love Jihad
અમદાવાદના વટવા વિસ્તારમાં લવ જેહાદ (Ahmedabad Love Jihad) નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી પણ બનાવી હતી. એટલું જ નહિ મહિલા પાસે પૈસા પડાવી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
ઉપરાંત મહિલાએ આરોપી ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હોવાથી વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે.
વટવા વિસ્તારમાં રહેતી મહિલાને વટવા વિસ્તારમાં રહેતા સરફરાઝ ખાન સાથે દોઢ વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી અને તેને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી. સરફરાઝે મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને કેફીપીણું પીવડાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં અવાનવાર ઘરે આવી બળાત્કાર ગુજારતો હોવાથી મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી.
મહિલા પાસેથી તેણે 2.70 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ મહિલા અન્ય જગ્યાએ રહેવા ગઈ ત્યારે પણ આવીને તેની સાથે શારિરીક સંબંધ બાંધતો હતો. સરફરાઝે બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અને મહિલાને ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હતો. જેથી મહિલાએ આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.