- અમદાવાદમાં એક અણબનાવ બન્યો છે જેમાં નંબર પ્લેટ વગરની કારમાં આવી સાધુનો વેશ ધારણ કરીને વહેલી સવારે સરનામું પૂછવાના બહાને સોનાના દાગીના પડાવી લેતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આ ગેંગની વધુ એક કરતૂત બહાર આવી છે. ગત અઠવાડિયે પણ આ પ્રકારે દાગીના પડાવી લેવાના બે બનાવો પ્રકાશમાં આવ્યાં હતાં. જેમાં કારમાં ત્રણ શખ્સો આવીને કોઇપણ વ્યક્તિને સરનામું પૂછવાનાં બહાને વાતોમાં લઇને આ ગઠિયાઓ સોનાના દાગીના પડાવી લે છે.
- હાલમાં મણિનગરમાં રહેતા કોઈ વ્યક્તિએ પોલીસ ફરિયાદ આપી છે કે, 21મી જાન્યુઆરીએ તેઓ વહેલી સવારે દૂધ લઇને પરત ઘરે ફરી એક્ટિવા પાર્ક કરી રહ્યા હતાં. તે દરમિયાન એક ગ્રે કલરની કાર તેમની નજીક આવી હતી. જેમાં ડ્રાઇવર, તેની બાજુમાં સાધુના વેશમાં એક શખ્સ અને પાછલી સીટમાં એક શખ્સ એમ ત્રણ શખ્સો બેઠા હતાં. આ સાધુએ કારનો કાચ ઉતારીને તેમની નજીકમાં કોઇ મંદિરો હોય તો જણાવવા માટે કહ્યું હતું. તેમની નજીકમાં ભૈરવદાદાનું મંદીર હોવાનું કહેતા આ સાધુએ તેમને મંદીર જવાનો રસ્તો પૂછ્યો હતો. રસ્તો બતાવ્યા બાદ સાધુએ ફરિયાદીને તેમની નજીક બોલાવતા કહ્યું, ‘તમને આશીર્વાદ આપું છું, મારી નજીક આવીને મને નમસ્કાર કરો.’ ફરીયાદી વિશ્વાસમાં આવીને આ ગઠિયાની નજીક જઇ બે હાથ જોડીને નમસ્કાર કર્યા તો ગઠિયો ફરિયાદીએ પહેરેલ ચેઇન ખેંચીને ફરાર થઇ ગયો હતો. કારચાલકનો પીછો કરીને નંબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર નંબર પ્લેટ વગરની હોવાનું જાણવા મળ્યું હતું.
- મણિનગરમાં જ કાંકરિયા ફ્રી પાર્કિંગ રોડ પર કારમાં નાગાબાવા સહિત આવેલા ત્રણ શખ્સોએ કોઈ એક વ્યક્તિને નજીકમાં ધાર્મિક જગ્યાનું સરનામુ પૂછવાના બહાને દોઢ લાખની કિંમતનું કડું લઇને ગઠિયાઓ ફરાર થઇ ગયાં હતાં. જ્યારે નરોડા વિસ્તારમાં પણ આદિશ્વર કેનાલથી શાલીન શાળા તરફ જવાના રોડ પર વહેલી સવારે સફેદ કલરની કારમાં આવેલા નાગાબાવા સહિત ત્રણ શખ્સોએ નરોડા ગામ તરફ જવાનો રસ્તો પૂછવાના બહાને ચેઇન સ્નેચીંગ કરીને પલાયન થઇ ગયા હતાં. આ ત્રણેય ઘટનામાં આરોપીઓએ નંબર પ્લેટ વગરની કાર અને સવારનાં સમયનો જ ઉપયોગ કર્યો હોવાની એક જ ગેંગ હોવાની આશંકા પણ નકારી શકાય તેમ નથી. ત્યારે હવે આ ગઠિયાઓ અન્ય કોઇ વ્યક્તિને શિકાર બનાવવામાં સફળ થાય છે કે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી જાય છે તો સારું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News