Ahmedabad
અત્યારે પતિ પત્ની વચ્ચે પણ શારીરિક સંબંધને લઇ દબાણના કિસ્સા સાંભળવા મળે છે. આવોજ એક કિસ્સો અમદાવાદ (Ahmedabad)ના નવા નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે બન્યો છે. પરિણીતાનો પતિ અવારનવાર માસિક ધર્મ દરમિયાન તેમજ પ્રેગ્નન્સી ના 6 મહિના થયા હોવા છતાં અને સિઝેરિયન કર્યાના ચાર દિવસ બાદ શારીરિક સંબંધ કરવા દબાણ કરતો હતો. જેને લઇ ઝઘડા અને મારામારીથી ત્રાસી પરિણીતા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ જુઓ : Gujarat માં ભારે વરસાદને પગલે જાણો ક્યાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા
પરિણીતાની સાસુએ મારામારી કરી બાળક પોતાની પાસે લઈ પરત કર્યું ન હતું તેમજ બાળક સાથે ફોન પર વાત પણ કરવા દેતાં ન હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. બંને પતિ પત્ની અમદાવાદ (Ahmedabad)માં ભાડાના મકાનમાં રહેતા હતા. એક મહિના બાદ પતિ શક રાખી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો. સાસુ અને સસરા પણ દહેજની માગણી કરી હેરાન કરતા હતા.લગ્નના ત્રણ મહિના બાદ પ્રેગ્નન્સી રહેતા પતિને શારીરિક સંબંધ માટે ના પાડતા ઝઘડો કરતા હતા.
આ પણ જુઓ : પાટણમાં વરસાદી પાણી ભરાતાં ચીફ ઓફીસરનું બોટિંગ દ્વારા પરીક્ષણ
બાળકનો જન્મ થયા બાદ સિઝેરિયનના ચાર જ દિવસમાં શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જેથી પત્નીએ ના પાડતા ઉશ્કેરાઇ ગેરસંબંધનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ વાળ ખેંચી ગળું દબાવી દીધું હતું. સમાધાન કર્યા બાદ ફરી સાથે રહેવા લાગ્યા હતા પરંતુ માસિક ધર્મ દરમિયાન શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો. ત્યારવાડ સાસુ-સસરા બાળક લઇ ઉત્તરપ્રદેશ વતન જતા રહ્યા હતા. જેથી મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.