Africa
ફ્રેન્ચ હવાઇ દળે ઇસ્લામી આતંકવાદને નષ્ટ કરવા આફ્રિકી (Africa) દેશ માલીમાં આતંકવાદીઓનાં મથકો અને શિબિરો પર ભારે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદાના કેટલાક ખતરનાક ગણાતા કમાન્ડર્સ માર્યા ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ હુમલામાં ઇસ્લામી આતંકવાદી જૂથ આરવીઆઇએમના વડા બાહ અગ મૂસા ઠાર થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
યુનોએ જે આતંકવાદી જૂથોને પ્રતિબંધિત જાહેર કર્યા હતા એમાં આરવીઆઇએમનો પણ સમાવેશ થાય છે. ફ્રાન્સના સંરક્ષણ પ્રધાને એક નિવેદનમાં એવો દાવો કર્યો હતો કે મૂસા નવા ભરતી થયેલા આતંકવાદીઓને તાલીમ આપતો હતો. એ આતંકવાદીઓનો ગુરૂ હતો. એટલે એને ખતમ કરવો જરૂરી હતો.
આ પણ જુઓ : ઇઝરાયેલે ઇરાનમાં ઘુસીને અલ કાયદાના નેતા અલ મસરીને ઠાર કર્યો
ફ્રાન્સના લશ્કરી પ્રવક્તા ફ્રેડરીક બાર્બરીએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે અગાઉ મોકલાયેલા ઓબ્ઝર્વેશન ડ્રોને આપેલી માહિતીના આધારે બાહ અગ મૂસા માલીમાં કયા વિસ્તારમાં હતો એની જાણકારી અમને મળી ચૂકી હતી. ત્યારબાદ માલીના મેનકા વિસ્તારમાં અમે કમાન્ડો અને હેલિકોપ્ટર દળોને રવાના કર્યા હતા. મૂસા જે ટ્રકમાં હતો એ ટ્રકમાંના પાંચે પાંચ જણ માર્યા ગયા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.